પ્રાપ્ત વિગતો મુજબ, દરોડા દરમિયાન 32.6 કરોડ રુપિયાના કાળા નાણા સાથે 10 કિલોગ્રામ સોનાને પણ જપ્ત કરવામાં આવ્યું છે.
આયકર વિભાગે આ દરોડા તમિલનાડુના 20 શહેરોમાં 15 નવેમ્બરના રોજ પાડ્યા હતા. જો કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ CBDTએ એ નથી જણાવ્યું કે દરોડા ક્યાં પાડવામાં આવ્યા છે.
આ ઉપરાંત કંપનીના નામનો પણ ખુલાસો કરવામાં આવ્યો નથી, જો કે એવું કહેવામાં આવ્યું છે કે, કંપની કરચોરીમાં સામેલ છે.