1. વડા પ્રધાન મોદી આજે કચ્છના પ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટ તેમજ વિશ્વના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું કચ્છના ટેન્ટ સિટી, ધોરડોથી મંગળવાર બપોરે 2 વાગ્યે ખાતમુર્હૂંત કરશે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી વડાપ્રધાન સાથે આ અવસરે ઉપસ્થિત રહેશે.
![News Today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9881276_modi.jpg)
2. વડા પ્રધાન મોદી આજે કચ્છ આવશે, ત્યારે આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન વિજય રુપાણી પણ જોડાશે
વડાપ્રધાન મોદી મંગળવારના રોજ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજ એરપોર્ટથી સીધા ધોરડો પહોંચશે. ધોરડો ખાતે વડાપ્રધાન કચ્છના પ્રગતીશીલ ખેડૂતોને અને કચ્છ સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતોને મળી તેમની સાથે વાર્તાલાપ કરશે. આ ઉપરાંત ભૂકંપગ્રસ્તની યાદમાં ભુજમાં બની રહેલા મેમોરિયલ પાર્કની મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને અધિકારીઓ સાથે સમીક્ષા કરશે.
![News Today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9881276_cm.jpg)
3. અમદાવાદમાં ન્યૂ યર પાર્ટી પર રોક
સમગ્ર દેશ સહિત રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે, ત્યારે અમદાવાદમાં ન્યૂ યર પાર્ટી પર રોક લગાવવામાં આવી છે. રાત્રે 9 કલાકથી સવારે 6 કલાક સુધી કરફ્યૂ લાદવામાં આવ્યું છે.
![News Today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9881276_party.jpg)
4. રાજ્યના તમામ ઇન્ટર્ન ડોકટરોની સ્ટાઇપેન્ડ વધારાની માગ સાથે હડતાળનો આજે બીજો દિવસ
ગુજરાતના તમામ ઇન્ટર્ન ડોકટરો સ્ટાઇપેન્ડ વધારવાની માગ સાથે અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે, ત્યારે નાયબ મુખ્ય પ્રધાને ચીમકી આપી છે કે, હડતાળ પાછી નહીં ખેંચે તો તેમની ગેરહાજરી પૂરવામાં આવશે અને ગેરહાજર રહેશે તેમને PG માં એડમિશન મળશે નહીં.
![News Today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9881276_dr.jpg)
5. રાજકોટમાં આજે ફાયર સેફ્ટી અંગે તપાસ
રાજ્યમાં આગના બનાવોમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજકોટમાં આજે ફાયર સેફ્ટી અંગે તપાસ થશે. જેમાં ક્લાસિસ, ફેક્ટરી સહિત બિલ્ડીંગમાં ચેકિંગ કરવામાં આવશે. ફાયર સેફ્ટીના અપૂરતા સાધનોવાળી બિલ્ડીંગને નોટિસ ફટકારવામાં આવશે.
![News Today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9881276_fire.jpg)
6. કોરોના વૅક્સિન માટે રાજકોટ મનપાની ટીમ સર્વે કરશે
ભારત દેશ કોરોના વૅક્સિનને વિકસાવવાની દિશામાં સતત કામ કરી રહ્યો છે, ત્યારે રાજકોટ મનપાની 1 હજાર લોકોની ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવશે. 50 વર્ષથી વધુ વયના લોકોને ઇલેક્શન કાર્ડના આધારે ડેટા મેળવશે.
![News Today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9881276_rajkot.jpg)
7. આજથી ગુજરાત હાઇકોર્ટ ફરીથી શરૂ થશે
આજથી ગુજરાત હાઇકોર્ટને ફરીથી શરુ કરવામાં આવશે. બે દિવસ હાઇકોર્ટ પરિસરને સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે કામગીરી પૂર્ણ થતાં ફરી એકવાર હાઇકોર્ટમાં સુનાવણી શરૂ થશે.
![News Today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9881276_hc.jpg)
8. પ્રદર્શનકારી ખેડૂતોના પરિવારોની 2 હજાર મહિલાઓ પણ આંદોલનમાં લેશે ભાગ
કેન્દ્રના નવા કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂત પરિવારોની 2 હજારથી વધુ મહિલાઓ આંદોલનમાં સામેલ થશે. જે માટે અલગ ટેન્ટ, લંગર, સ્નાનાગાર, અસ્થાયી શૌચાલયો સહિત નિર્માણધીન અથવા ખાલી મકાનોની શોધ શરૂ છે.
![News Today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9881276_women.jpg)
9. ઉત્તરાખંડમાં આજથી કૉલેજ ખુલશે
ઉત્તરાખંડમાં આજથી ઉચ્ચ શિક્ષણ સંસ્થાન ખોલવામાં આવી રહ્યા છે. રાજધાની દહેરાદૂનના પ્રમુખ કૉલેજ ડીએવી, ડીબીએસ, એસજીઆરઆર અને એમકેપી પીજી કૉલેજમાં સેનિટાઇઝેશન સહિત અન્ય તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
![News Today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9881276_college.jpg)
10. ખેડૂત આંદોલનઃ કૃષિ કાયદાની વિશેષતા બતાવવા માટે આજથી ચાર દિવસીય અભિયાન શરૂ
ખેડૂતો આંદોલનને લઇ બેક ફુટ પર જોવા મળી રહેલી ભાજપે એક વાર ફરીથી આ કાયદાની વિશેષતા બતાવવા માટે કમરa કસી છે. રાજકીય મોર્ચા પર ભાજપ દિલ્હીમાં ચાર દિવસીય અભિયાન શરૂ કરશે.
![News Today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9881276_tomar.jpg)