ફાર્મા ઉદ્યોગ ઉપર કોવિડ-19ની અસર
• તદનુસાર, 06.02.2020ના રોજ દેશમાં ડ્રગ સિક્યોરિટી (દવા ક્ષેત્રે સુરક્ષા) ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે એક આંતર-મંત્રાલય સમિતિ રચવામાં આવી. આ સમિતિએ 27.02.2020ના રોજ પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. સમિતિએ નોંધ્યું છે કે 58 એપીઆઈ (એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈન્ગ્રેટિયેન્ટ્સ) માટે દેશ મોટાપાયે ચીન ઉપર નિર્ભર છે.
• ઉપરાંત, ફર્મેન્ટેશન ઉદ્યોગને ફરી બેઠો કરવા, બેકવર્ડ ઈન્ટીગ્રેશન સહિત એપીઆઈના મેન્યુફેક્ચરિંગ માટે નવી ટેકનોલોજીઝ, પ્રોજેક્ટોનો ખર્ચ અને વ્યૂહાત્મક બિઝનેસ મોડેલ્સ નક્કી કરવા માટેની ભલામણો આપવા 02.03.2020ના રોજ એક ટેકનિકલ સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ ડ્રગ સિક્યોરિટી કમિટી દ્વારા ઓળખવામાં આવેલાં 58 એપીઆઈ પણ તપાસ્યાં હતાં અને તેમાંથી 53 એપીઆઈ માટે યોજનાની ભલામણ કરી.
• સમિતિની ભલામણોને આધારે ડિપાર્ટમેન્ટે ઘરઆંગણે બલ્ક ડ્રગ્સના મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે બે યોજનાઓ ઘડી, જેને 20.03.2020ના રોજ કેબિનેટે મંજૂરીની મહોર લગાવી હતી. આ યોજનાઓ છે - પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમ અને સ્કીમ ફોર પ્રમોશન ઓફ બલ્ક ડ્રગ પાર્કસ. પીએલઆઈ સ્કીમ હેઠળ તારવવામાં આવેલી તમામ 53 એપીઆઈને આવરી લેતી 41 પ્રોડક્ટ્સ માટે પસંદ કરાયેલા મેન્યુફેક્ચરર્સ દ્વારા થયેલાં વેચાણોને આધારે નાણાંકીય પ્રોત્સાહનો અપાય છે.
વિવિધ પોર્ટ ઓફિસીઝ અને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ) પાસેથી પ્રાપ્ત ડેટા અનુસાર ચીન દ્વારા આયાત થતા કાચા માલની ટકાવારીની વિગતો આ મુજબ છે ઃ-
વર્ષ | ટકાવારી (મૂલ્યની દ્રષ્ટિએ) |
2017-18 | 68.62% |
2018-19 | 66.53% |
2019-20 | 72.40% |
બજારમાં દવાઓની ઉપલબ્ધિ
• એનપીપીએ દ્વારા હેલ્પલાઈન નંબર 1800111255 સાથે એક કન્ટ્રોલ રૂમ સ્થપાયો છે અને આ કન્ટ્રોલ રૂમ દવાઓ, માસ્ક્સ, ગ્લોબ્ઝ, હેન્ડ સેનિટાઈઝર્સ વગેરેની અનુપલબ્ધિ, દવાઓ, માલ્ક્સ, ગ્લોવ્ઝ, હેન્ડ સેનિટાઈઝર્સ વગેરેના ભાવમાં મોટી વધઘટ વગેરે જેવી સમસ્યાઓ ઉપર ધ્યાન આપે છે અને તેને તાત્કાલિક ઉકેલ લાવે છે. એનપીપીએની વેબસાઈટ (www.nppaindia.nic.in) ઉપર કોવિડ-19 ડેશબોર્ડ શરૂ કરાયું છે, જેમાં જાહેર જનતા તેમજ અન્ય હિતધારકોની સુવિધા માટે લેટેસ્ટ ઓફિસ ઓર્ડર્સ, સર્ક્યુલર્સ, હેલ્પલાઈન નંબર, ફરિયાદ મોકલવા માટેના ઈમેઇલ વગેરે દર્શાવાયા છે.
• એનપીપીએ દ્વારા કોવિડ-19 મહામારી દરમ્યાન દવાઓની કોઈ પણ પ્રકારની અછતને અટકાવવા માટે તેમજ લોકોની ફરિયાદોનો ઉકેલ લાવવા માટે કન્ટ્રોલ રૂમ સ્થાપવામાં આવ્યો છે.
રેમ્દેસિવિર
• સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ)ને કોઈ પણ ફાર્મા કંપની પાસેથી એવો કોઈ રિપોર્ટ મળ્યો નથી કે તેઓ હાલની માગને પહોંચી વળી શકતી નથી.
• નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી (એનપીપીએ) પાસે ફર્સ્ટ શિડ્યુઅલ ઓફ ધ ડ્રગ્સ (પ્રાઈસીઝ કન્ટ્રોલ) ઓર્ડર, 2013 (ડીપીસીઓ, 2013)માં નિર્દિષ્ટ શિડ્યુઅલ્ડ મેડિસિન્સના ટોચના ભાવ નક્કી કરવા કે બદલવાની સત્તા છે. એનપીપીએ નોન-શિડ્યુઅલ્ડ મેડિસિન્સની કિંમતો ઉપર પણ દેખરેખ રાખે છે, જેથી આવી દવાઓની એમઆરપી આગામી 12 મહિના દરમ્યાન એમઆરપીના 10 ટકા કરતાં વધુ વધે નહીં.
• રેમ્દેસિવિરનો સમાવેશ ઈન્વેસ્ટિગેશનલ થેરપી કેટેગરી હેઠળ કરવામાં આવ્યો છે અને તેને ઑફ-લેબલ તેમજ ઈમર્જન્સી યુઝ ઓથોરાઈઝેશન (ઈયુએ) ડ્રગ તરીકે વાપરવામાં આવી રહી છે. ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ)એ આ ફોર્મ્યુલેશનને “રિસ્ટ્રિક્ટેડ ઈમર્જન્સી યુઝ” માટે શરતી પરવાનો આપ્યો છે. આ દવાઓ દર્દીની સંમતિ મેળવ્યા પછી જ આપવામાં આવી રહી છે. એટલે, કોવિડ-19ની સારવાર માટે આ દવાને સંપૂર્ણ દવાનો દરજ્જો મળ્યો નથી.
• એનપીપીએ દ્વારા કોવિડ-19 સંબંધિત મૂંઝવણો અને સમસ્યાઓનો પ્રતિસાદ આપવા માટે 20મી માર્ચ, 2020ના રોજ હેલ્પલાઈન નંબર 1800111255 તેમજ ઈ-મેઇલ monitoring-nppa@gov.in સાથેનો કન્ટ્રોલ રૂમ સ્થાપવામાં આવ્યો છે. જે સમસ્યાઓ ઉદભવી છે, તેના ઉપર ધ્યાન અપાયું છે અને તેને ઉકેલાઈ છે, પ્રશ્નોના ઉકેલો અપાઈ રહ્યા છે અને તેને ઉકેલ માટે સંબંધિત અધિકારીઓને ફોરવર્ડ કરવામાં આવે છે તેમજ આખરી ઉકેલ સુધી તેનું ફોલો-અપ કરાય છે.
અત્યાર સુધીમાં ફાર્માસ્યુટ્કલ કંપનઓ દ્વારા મેન્યુફેક્ચર્ડ થયેલાં રેમ્દેસિવિર ઈન્જેક્શનની કુલ સંખ્યા વિશે માહિતી આ મુજબ છે ઃ
અનુક્રમ | ફાર્માસ્યુટિકલ કંપનીનું નામ | 08-09.2020ના રોજ સુધીમાં બજાર માટે ઉત્પાદન કરાયેલાં રેમ્દેસિવિરની કુલ માત્રા |
મેસર્સ માયલાન લેબોરેટરીઝ લિમિટેડ | 500,000 વાયલ્સ | |
મેસર્સ હીટેરો હેલ્થકેર | 14,46,000 વાયલ્સ | |
મેસર્સ જુબિલન્ટ જેનેરિક્સ | 150,000 વાયલ્સ | |
મેસર્સ સિપ્લા *(28.08.2020ના રોજ મુજબ) | 143,329 વાયલ્સ | |
મેસર્સ ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ | 13286 યુનિટ્સ | |
મેસર્સ કેડિલા હેલ્થકેર લિમિટેડ | 1,86,957 વાયલ્સ |