ETV Bharat / bharat

કોરોના વાઈરસને રોકવા માટે સ્થાનિક રસાયણોનો ઉપયોગ થશે!

author img

By

Published : May 29, 2020, 3:55 PM IST

કોરોના વાઈરસની સારવાર માટેની દવા માટે API તૈયાર કરવા માટે IICT મોખરે છે.

ો
કોરોના વાઈરસને રોકવા માટે સ્થાનિક રસાયણોનો ઉપયોગ થશે!

હૈદરાબાદ: કોરોનાથી સંક્રમીત દર્દીઓની સારવાર માટે વિશ્વભરમાં માન્યતાપ્રાપ્ત એવી પાંચ દવાઓ માટે એક્ટીવ ફાર્માસ્યૂટીકલ ઇન્ગ્રીડીયન્ટ્સ (API) તૈયાર કરવામાં IICTના વૈજ્ઞાનિકોને સફળતા મળી છે. અહીં એક વાત નોંધવી રહી કે દેશમાં વાપરવા માટે બનાવવામાં આવેલી આ દવામાં દેશમાં જ ઉપલબ્ધ રસાયણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દેશના વૈજ્ઞાનિકો, સંશોધનકારો અને વિદ્યાર્થી સંશોધનકર્તાઓ છેલ્લા બે મહિનાથી કેટલીક ખાસ ટેક્નોલોજી સાથે દિવસ-રાત કામ કરી રહ્યા છે. આ સંશોધનમાં IICTના સીનીયર પ્રીન્સીપાલ વૈજ્ઞાનિક ડૉ. રાજી રેડ્ડી અને ડૉ. પ્રધામ એસ મયંકરે ચાવીરૂપ ભૂમિકા નીભાવી હતી. તેમણે ETV Bharat સાથે આ વિષય પર ખાસ વાતચીત પણ કરી હતી.

અમે ઇબોલા, ઇન્ફ્લુએન્ઝા અને અન્ય વાયરલ ઇન્ફેક્શનની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી દવાઓ પણ કોરોના વાયરસની સારવારમાં કેટલી હદે કામ કરે છે તેનો અભ્યાસ શરૂ કર્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ બતાવેલી પાંચ દવાઓ ફવીપીરવીયર, રેમીડીસીવીયર, ઉમીફેનોવીર, બોલાક્ઝાવીર અને ક્લોરોક્વિન તેમજ હાઇડ્રોક્સિક્લોરોક્વિનને લગતા મોલેક્યુલર તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ છે.

અમે આ પહેલાથી જ એવી દવાઓ માટેના API શોધી ચુક્યા છીએ કે જે લેબોરેટરીમાં Covid-19 પર અસરકારક રીતે કામ કરતી હોવાનું જણાવ્યુ છે. તેના માટે અમે રો-મટીરીયલ બહારથી મંગાવવા પર આધાર રાખ્યા સીવાય દેશમાં જ ઉપલબ્ધ રસાયણોનો ઉપયોગ કર્યો છે. અમે જે ઉત્પાદન પ્રક્રીયા વિકસાવી છે તે પ્રમાણમાં સસ્તી પણ છે. પરીણામે, દવાની કીંમત પણ ખુબ જ નીચી છે.

ફીવિપીરવીર એ એક જેનરીક ડ્રગ છે. API તૈયાર કર્યાના છ અઠવાડિયાની અંદર અમે પ્રગતિ શરૂ કરી છે. અમે અન્ય કેટલીક રીતે પણ API તૈયાર કર્યા છે અને તેની ટેક્નોલોજીને અમે ફાર્માસ્યુટીકલ કંપનીમાં પણ સ્થળાંતરીત કરી છે. કંપનીએ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) નો પણ સંપર્ક કર્યો હતો તેમણે કહ્યુ હતુ કે આ દવાને માર્કેટમાં વેચાણ માટે મુકતા પહેલા તેના ટેસ્ટ થવા જોઈએ. અમે રેમીડીસીવીયર અને યુમીફેનોવીયર જેવી દવાઓના ઉત્પાદન માટે આ દવાના કાચા માલના અન્ય તબક્કા વિકસાવવાની પદ્ધતી પણ તૈયાર કરી છે. અમે આ ટેક્નોલોજીને અન્ય કેટલીક ફાર્માસ્યુટીકલ કંપનીને આપવાની પ્રક્રીયામાં છીએ.

ટૂંક સમયમાં અને ત્યારબાદ હંમેશા માટે આ દવા ઉપલબ્ધ કરાવવા માટે અમે તૈયાર છીએ...

અમને ખાતરી છે કે IICT દ્વારા કોરોના વાયરસથી સંક્રમીત દર્દીઓની સારવાર માટે ઉપયોગમા લેવામાં આવતા API તમામ પ્રક્રિયામાંથી પસાર થવામાં સફળ થશે અને ખુબ જલ્દી દેશમાં આ દવા ઉપલબ્ધ થશે. ફવીપીરીવીયર એવી દવાઓમાંની જ એક છે કે જે ખુબ જલ્દી બજારમાં ઉપલબ્ધ થવા જઈ રહી છે. આ દવા માર્કેટમાં વેચવા માટે મુકવામાં આવે તે પહેલા કેટલાક લોંચ ટેસ્ટ અને DCGIની ભલામણો પર તે આધારીત છે. અમને વિશ્વાસ છે કે લોંચ ટેસ્ટના પરીણામો સફળ સાબીત થવાના છે અને એક કે બે મહિનાના સમયગાળાની અંદર આ દવા બજારમાં ઉપલબ્ધ થશે.

-ડૉ. રાજી રેડ્ડી અને ડૉ. પ્રધામ એસ. મયંકર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.