ન્યૂઝ ડેસ્ક: ઘણી વખત આપણે ચામડીમાં અલગ-અલગ રંગવાળા લોકોને જોતા હોઈએ છીએ જે તેમના ત્વચાની સામાન્ય સ્વર કરતા ઘાટા હોય છે. તેને હાઇપરપીગમેન્ટેશન તરીકે ઓળખવામાં આવે છે. તે કોઈ ગંભીર સ્થિતિ નથી અને સામાન્ય રીતે કોઇ નુકશાનકર્તા પણ નથી. આ વિશે વધુ સમજવા માટે, અમે કાયા ક્લિનિક્સ ઇન્ડિયાના મેડિકલ હેડ, એમ.ડી. સ્કીન, ડો.સુશાંત શેટ્ટી સાથે વાત કરી અને તેઓ કહે છે, “તમારી ત્વચા કરતા ઘાટું કાંઈ પણ હોય તે હાયપરપીગમેન્ટેશન છે અને તે આનુવંશિકતા, આંતરસ્ત્રાવીય અને હસ્તગત હેઠળ વ્યાપક રૂપે વર્ગીકૃત કરી શકાય છે. તે એક નાનો પેચ હોઈ શકે છે, જે મોટા વિસ્તારને આવરી લે છે અથવા આખા શરીરને અસર કરે છે. ”
અહીં અમારા નિષ્ણાત દ્વારા સમજાવ્યા મુજબ હાઇપરપીગમેન્ટેશનના કેટલાક પ્રકારો છે:
મેલાસ્મા
સામાન્ય રીતે આંતરસ્ત્રાવીય પરિવર્તનનું પરિણામ માનવામાં આવે છે. સ્ત્રીઓમાં તે વધુ સામાન્ય છે કારણ કે તેઓ પેટ અને ચહેરા પર ગર્ભાવસ્થા દરમિયાન તેનો વિકાસ થઇ શકે છે. જો કે, પુરુષો પણ તેનાથી પ્રભાવિત થઈ શકે છે.
પોસ્ટ ઇન્ફ્લેમેટરી
તે તમારી ત્વચા પર ખીલ , મચ્છર કરડવાથી થતી ખંજવાળ અથવા ઘા જેવા કોઈ ઈજાના પરિણામે હોઈ શકે છે. તે રિપેરની પ્રક્રિયા ત્વચા પર એક નિશાન છોડી શકે છે, જે ત્વચાના રંગ કરતાં ઘાટા છે. તે સામાન્ય રીતે સમય સાથે અદૃશ્ય થઈ જાય છે, પરંતુ જો તમે તેને ખલેલ પહોંચાડતા રહેશો અને ત્વચાને ઠીક થવા નહીં દો, તો સંભાવના છે કે તે કાયમી રહી શકે છે.
સૂર્યના કિરણો
એક્સ્પોઝર હાયપરપીગમેન્ટેશનનું બીજું કારણ હોઈ શકે છે. તમે કપાળ, નાક અને હાથ પર પણ નાના કાળા પટ્ટાઓ જોઈ શકો છો.
આનુવંશિક(જિનેટીક)
આનુવંશિક પરિબળો કોઈના શરીર પર મોલ અથવા તો ફ્રીકલ્સનું કારણ બની શકે છે.
મેડિકલ કન્ડીશન
અહીં કેટલીક તબીબી પરસ્થિતિઓ છે જે ત્વચા પર રંગદ્રવ્ય તરીકે દેખાઈ શકે છે. અમુક દવાઓને લીધે ત્વચાની પ્રતિક્રિયાઓ પર આવી અસર જોઇ શકાય છે.
ખરેખર શું થાય છે?
મેલાનોસાઇટ્સ નામના ત્વચાના કોષો મેલાનિન ઉત્પન્ન કરે છે, જે ત્વચાને રંગ આપે છે. કેટલાક પરિબળો અને શરતો આપણા શરીરમાં મેલાનિનના ઉત્પાદનની પ્રક્રિયાને અસર કરી શકે છે અને કેટલીકવાર ઘાટા પેચની રચનામાં પરિણમે છે. ઉદાહરણ તરીકે, જો આપણી ત્વચાના કોઈ ચોક્કસ ક્ષેત્રમાં વધારે તડકો પડતો હોય, તો તે વિસ્તારના કોષો ત્વચાને નુકસાન ન થાય તે માટે પેચ પર વધુ રંગ જમા કરાવશે.
નિવારણ અને સારવાર
ડોક્ટર શેટ્ટી કહે છે કે, પિગમેન્ટેશનના કારણને આધારે, ઉપચારનો નિર્ણય કરી શકાય છે. આનુવંશિક પરિબળોને કારણે હાયપરપીગમેન્ટેશન થવાના કિસ્સામાં, ઘણું બધું કરી શકાતું નથી. જો કે, જો તે નાનો ચિહ્ન છે, તો તે સંપૂર્ણપણે દૂર કરી શકાય છે. પરંતુ જો તે વિશાળ ક્ષેત્રને આવરે છે, તો તે આસાનીથી દૂર થતા નથી.
કેટલીક સારવાર ઉપલબ્ધ છે:
- કેમિકલ પીલિંગ
- લેસર સારવાર
- ક્યૂ-સ્વીચ લેસર
- ટોપિકલ ક્રિમ
- લાઈટનિંગ ક્રિમ, વગેરે.
તેમ છતાં, “ ડૉ શેટ્ટી કહે છે કે, મૂળ ત્વચાની સુરક્ષા અને તેના કારણને ઓળખવા પડે છે. જો તમે તેમને દૂર કરવા માંગતા હો, તો સ્કિનના નિષ્ણાતનો સંપર્ક કરો. ઉપચારો ઉપલબ્ધ છે, પરંતુ પુન:પ્રાપ્તિના સમયગાળા દરમિયાન તમારી ત્વચાની સંભાળ રાખવી એ ખૂબ મહત્વનું છે, નહીં તો પરિણામો વધુ ખરાબ થઈ શકે છે અને ત્વચા ડબલ હાયપરપીગ્મેન્ટ થઈ શકે છે. તેથી, તમારે ખૂબ કાળજી લેવી અને યોગ્ય રીતે ડોક્ટરની સલાહનું પાલન કરવાની જરૂર છે.