હૈદરાબાદ: દેશના ઘણા ભાગમાં CAA વિરોધી પ્રદર્શન વચ્ચે હૈદરાબાદ કમિશ્નર અંજનિ કુમારે શનિવારે કહ્યું કે, શહેરમાં શાહીન બાગ જેવા આંદોલનની પરવાનગરી આપવામાં આવશે નહીં. ટોચના પોલીસ અધિકારીએ રાજકીય દળો અને અન્ય પ્રદર્શન કરવા માટે યોગ્ય પ્રક્રિયા હેઠળ પરવાનગી માટે આવેદન આપવાનો અનુરોધ કર્યો છે.
કુમારે હૈદરાબાદમાં કહ્યું કે, હૈદરાબાદમાં શાહીન બાગ જેવી ઘટના નથી. હૈદરાબાદની સરખામણી અન્ય સ્થળ સાથે ન કરો. તેમણે કહ્યું કે, હૈદરાબાદમાં શાહીન બાગ જેવું કાંઈ થવા દેવામાં આવશે નહીં. જો સામાન્ય લોકો માટે અસુવિધા ઉત્પન્ન થશે, તો હૈદરાબાદ પોલીસ કાયદાકીય કાર્યવાહી કરશે.
તેમણે કહ્યું કે, રાજકીય પ્રદર્શન મહત્વપૂર્ણ છે, પરંતુ કાયદાકીય વ્યવસ્થા જાળવી રાખવી તેનાથી પણ વધુ મહત્વપૂર્ણ છે. વધુમાં તેમણે કહ્યું કે, શહેરમાં અત્યાર સુધી CAAના પક્ષ અને વિપક્ષમાં 200થી વધુ રેલીઓ કાઢવામાં આવી છે.