ETV Bharat / bharat

કેવી રીતે કોરોનાવાઇરસે દેશના પાયાના પોષણલક્ષી કાર્યક્રમને નબળો બનાવી દીધો છે? - પોષણલક્ષી કાર્યક્રમને નબળો

ભારત અનલોક 2.0ના તબક્કે પ્રવેશી ચૂક્યું છે, પરંતુ પોષણ ઉપર કોરોના મહામારીનો પ્રભાવ આગામી વર્ષોમાં વર્તાવાનો છે. લોકડાઉન (24મી માર્ચ - 31મી મે) દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી પોષણ સેવાઓની જોગવાઇ પ્રભાવિત થઇ હતી અને હજી સુધી તેની ગાડી પાટા પર ચઢી નથી. પૂરતા પોષણનો અભાવ અન્યો કરતાં કેટલાંક જૂથોને ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ તથા બે વર્ષ કરતાં નાની વયનાં બાળકોને વધુ પ્રભાવિત કરી શકે છે. આ વયે રહી ગયેલી ઊણપ જ્ઞાનાત્મક ખામી, નબળું આરોગ્ય અને પાંડુ રોગ જેવા લાંબા ગાળાના પડકારો તરફ દોરી શકે છે.

કેવી રીતે કોરોનાવાઇરસે દેશના પાયાના પોષણલક્ષી કાર્યક્રમને નબળો બનાવી દીધો છે?

author img

By

Published : Jul 11, 2020, 10:23 PM IST

કેન્દ્ર સરકારની ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસિઝ (આઇસીડીએસ) એ બાળપણના પ્રારંભિક વિકાસ માટે મૂળભૂત શિક્ષણ, આરોગ્ય અને પોષણલક્ષી સેવાઓ પૂરી પાડવાનો હેતુ ધરાવતો મહત્વનો કાર્યક્રમ છે. આ યોજના આંગણવાડી કેન્દ્રોના નેટવર્ક થકી પહોંચાડવામાં આવે છે, જે દરેક ગામમાં ઉપલબ્ધ હોય છે અને તે આંગણવાડી કાર્યકરો (AWWs) તેમજ સહાયકો (AWHs) દ્વારા ચલાવવામાં આવે છે. જૂન, 2019 સુધી ભારતમાં 13.78 લાખ આંગણવાડી કેન્દ્રો, 13.21 લાખ AWWs અને 11.82 લાખ AWHs હતા.

કામગીરીનાં 45 વર્ષ કરતાં વધુ સમયમાં, આ યોજના દેશના પોષણલક્ષી પ્રયાસોની કરોડરજ્જૂ બની રહી છે. એકાઉન્ટિબિલિટી ઇનિશિએટિવ, સેન્ટર ફોર પોલિસી રિસર્ચ ખાતે અમે આશરે એક દાયકા સુધીની યોજનાની પ્રગતિની વિગતો મેળવી અને જાણ્યું કે, મહામારીની અગાઉ પણ ઘણી સમસ્યાઓ પ્રવર્તતી હતી. કોરોનાની કટોકટીના કારણે આ સમસ્યાઓ વધુ વિકટ સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે.

પ્રથમ પડકાર અપૂરતા કવરેજને લગતો છે. ICDS એ એક સાર્વત્રિક યોજના છે, જેનો અર્થ એ કે તમામ ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી માતાઓ અને (છ મહિનાથી છ વર્ષ સુધીનાં) બાળકોને આ યોજનાની જરૂર હોય, તો તેઓ તેની સેવાઓ મેળવવાની યોગ્યતા ધરાવે છે. જૂન, 2019 સુધી 8.36 કરોડ લોકોએ આઇસીડીએસમાંથી ગરમ ભોજન (હોટ કૂક્ડ મિલ્સ – એચસીએમ) અથવા તો ટેક હોમ રાશન (અગાઉથી રંધાયેલું ભોજન અથવા તો રાશન, જેમ કે દાળ)ના સ્વરૂપમાં પૂરક પોષણ મેળ્યું હતું. પ્રથમ દ્રષ્ટિએ આ ઘણી બહોળી સંખ્યા જણાય છે, પણ જો જેમને પૂરક પોષણ મળવું જોઇએ તેવાં (છ મહિના – છ વર્ષ) બાળકોની સંખ્યા સાથે વાસ્તવમાં જેમણે આ સેવા મેળવી તે આંકડાની તુલના કરીએ, તો મોટી ખામી જણાય છે. 2019માં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં યોગ્યતા ધરાવતાં બાળકો પૈકીનાં અડધાં કરતાં પણ ઓછાં બાળકોએ વાસ્તવમાં આઇસીડીએસ થકી પૂરક પોષણ મેળવ્યું હતું.

પોષણયુક્ત પૂરક આહાર અથવા ખાદ્ય સામગ્રી મળ્યા બાદ વાસ્તવમાં જરૂરિયાત ધરાવતા લોકો દ્વારા તેને આરોગવામાં આવે, તે સુનિશ્ચિત કરવું એ તેની સંલગ્ન સમસ્યા છે. ઉદાહરણ તરીકે, THR સામાન્યપણે સમગ્ર પરિવાર સાથે વહેંચીને આરોગવામાં આવે છે. આ સ્થિતિમાં, ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓને યોજનાના હેતુ મુજબ પૂરક પોષણ મળતું નથી.

મહામારી અને લોકડાઉનને કારણે વાઇરસનો ફેલાવો અટકાવવા માટે આંગણવાડી કેન્દ્રોને પણ કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવ્યાં છે. સ્થળાંતરિત શ્રમિતો મોટાપાયે વતન પરત ફર્યા હોવાથી નજીકના ભવિષ્યમાં જ વધુ પરિવારોમાં પોષણ અને પ્રારંભિક શિક્ષણની જરૂરિયાત સર્જાશે. આંગણવાડી કેન્દ્રોએ પણ નવી સ્થિતિ અપનાવવી પડશે અને સોશ્યલ ડિસ્ટન્સિંગ અને અન્ય નિયમોનું પાલન કરવું પડશે, જેમાં સમય લાગશે. વધુમાં, આજીવિકા પ્રભાવિત થઇ હોવાથી અને મૂડી પ્રવાહ ઘટી ગયો હોવાથી ખોરાકની રોજિંદી જરૂરિયાતો સુદ્ધાં એક પડકાર બની ગઇ છે. આ સ્થિતિમાં ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે પોષણનું સ્તર જાળવવું વધુ મુશ્કેલ બનશે.

વળી, આંગણવાડી કેન્દ્રો આંગણવાડી કાર્યકરો (AWWs) તથા અન્ય સ્ટાફ પર નિર્ભર છે. તેઓ કાઉન્સેલિંગ માતાની કાળજી, બાળપણનું પ્રારંભિક શિક્ષણ વગેરે સહિતની અન્ય પ્રવૃત્તિઓની જવાબદારી ધરાવે છે. દુર્ભાગ્યે, તેમને સરકારની વર્તમાન ICDS માર્ગદર્શિકા હેઠળ સ્વયંસેવકો અને કરારબદ્ધ શ્રમિક તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હોવાથી તેમને ફિક્સ વેતન આપવામાં આવતું નથી. તેઓ માનદવેતન મેળવે છે, જે મોટાં ભાગનાં રાજ્યોમાં કૌશલ્યયુક્ત સરકારી વર્કર્સ માટેના લઘુતમ વેતન કરતાં નોંધપાત્ર સ્તરે નીચું છે. ઓક્ટોબર, 2018માં માનદવેતન 8 વર્ષના અંતર પછી વર્કર્સ માટે રૂ. 3,000થી વધારીને આખરે રૂ. 4,500 તથા સહાયકો માટે રૂ. 1500થી વધારીને રૂ. 2250 કરવામાં આવ્યું. આ વધારા છતાં તેમનું વેતન અત્યંત ઓછું છે. આટલું ઓછું હોય તેમ, આ રકમ સમયસર ચૂકવવામાં ન આવી હોવાના સંખ્યાબંધ દ્રષ્ટાંતો મોજૂદ છે – જેના પરિણામે બિહાર અને ઝારખંડ સહિતનાં ઘણાં રાજ્યોમાં હડતાળની સ્થિતિ સર્જાઇ હતી.

કોરોનાના સમયમાં આ કોરોના વોરિયર્સ જાગૃતિ ફેલાવવા માટે અને સર્વે હાથ ધરવા માટે ઘરે-ઘરે જઇને મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. વાસ્તવમાં, કેન્દ્ર સરકારના કોવિડ-19 કન્ટેનમેન્ટ પ્લાન મુજબ, AWWsને જાગૃતિ ફેલાવવામાં અને લક્ષણોની મૂળભૂત તપાસમાં નોંધપાત્ર ભૂમિકા સોંપવામાં આવી છે. તેમ છતાં, જ્યારે અમે તે પૈકીના કેટલાક AWWs સાથે તેમના અનુભવો જાણવા માટે વાત કરી, ત્યારે જાણવા મળ્યું કે, તેમણે તેમની નોકરીનું નિયમિત કામ કરવું પડતું હતું તેમજ કોવિડ-19 સંબંધિત પ્રવૃત્તિઓ પણ કરવી પડતી હતી અને આ કાર્યો હાથ ધરવા માટે તેમની પાસે સંસાધનોનો અભાવ હતો. આવી સ્થિતિમાં ICDS હેઠળ પોષણ અને પ્રારંભિક શિક્ષણ પાછળ જરૂરી ધ્યાન અને કાળજી આપવું તેમના માટે મુશ્કેલ થઇ શકે છે. ઉપરાંત, રાજ્યની આવક ઘટવાથી આ ફ્રન્ટલાઇન વર્કર્સના પૂરતા વળતરના ભોગે હોસ્પિટલ બેડ, સુરક્ષાત્મક ઉપકરણો, રાશન વગેરે જેવી તાકીદની જરૂરિયાતો તરફ વધુ ખર્ચ કરવામાં આવે, તેવો ભય છે.

તો, આ સમસ્યાઓ કેવી રીતે નિવારી શકાય?

ભારત જેવા દેશમાં, જ્યાં પાંચ વર્ષ કરતાં ઓછી વયનાં 68 ટકા બાળકોનાં મોત કુપોષણના કારણે થાય છે, ત્યારે લોકડાઉન અને મહામારીના કારણે સેવા પૂરી પાડવામાં સર્જાયેલો વિક્ષેપ આ સમય દરમિયાન જન્મેલાં બાળકો માટે લાંબા ગાળાની અસરો જન્માવનારો બની શકે છે. પ્રશંસનીય બાબત એ છે કે, ઘણાં રાજ્યોએ આંગણવાડીમાં નોંધણી ધરાવતાં લોકોને એચસીએમ અને ટીએચઆરના વિકલ્પરૂપે કોરૂં રાશન પૂરું પાડવા સહિતની પોષણલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવે, તે સુનિશ્ચિત કરવા માટેનાં પગલાંઓની જાહેરાત કરી છે. જોકે, કેટલીક બાબતોની તકેદારી રાખવી જરૂરી છેઃ

સૌપ્રથમ, કવરેજમાં અગાઉ નોંધવામાં આવેલા લાભાર્થીઓને સામેલ કરવા ઉપરાંત, તેનું વિસ્તરણ કરવાની જરૂર છે. આથી, સરકાર AWWs દ્વારા નિયમિત હાથ ધરાતા સર્વે થકી આ સેવાઓ મેળવવાની જરૂરિયાત ધરાવવનારા લોકોની સંખ્યાનું પુનઃમૂલ્યાંકન કરે, તે અત્યંત જરૂરી છે. કોરોના માટેના ડોર-ટુ-ડોર જાગૃતિ અભિયાનોનો ઉપયોગ જે-તે વિસ્તારમાં લોકોની સંખ્યાનું મૂલ્યાંકન કરવા માટે કરી શકાય છે, જેથી કોઇપણ વ્યક્તિ રહી ન જાય.

બીજું, પોષણયુક્ત પૂરક આહાર ગર્ભવતી મહિલાઓ અને બાળકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે અને ઇન્ફેક્શનનું જોખમ ટાળવા માટે રાશન ઘરઆંગણે પહોંચાડવું જોઇએ, ઓડિશા જેવાં રાજ્યોમાં આવી સેવા પૂરી પાડવામાં આવી રહી છે. તો, ઝારખંડ જેવાં કેટલાંક રાજ્યોએ અવાર-નવારનો સંપર્ક ઘટાડવાના હેતુથી ઘણા મહિનાઓનું રાશન એકીસાથે વહેંચી દીધું છે. જોકે, આ માટે ઘરોમાં સંગ્રહ ક્ષમતાની પ્રાપ્યતાની સ્થિતિ જાણવી જરૂરી છે. અન્ય એક વિકલ્પ કેશ ટ્રાન્સફરનો છે, કારણ કે, કેટલાંક ચોક્કસ સ્થળોએ ખોરાકની જોગવાઇનું કાર્ય પડકારરૂપ બની રહે છે. બિહાર સરકાર દર મહિને આંગણવાડીના લાભાર્થીઓને પોષણયુક્ત પૂરક આહારને બદલે રોકડ રકમ પૂરી પાડે છે. જોકે, જો કેશ ટ્રાન્સફરનો વિકલ્પ અપનાવવામાં આવે, તો તમામ લાભાર્થીઓ બેંકમાં ખાતું ધરાવતાં હોય, તેમને નાણાં સમયસર મળી રહે અને તેઓ તે નાણાંનો ઉપયોગ કરી શકે, તે સુનિશ્ચિત કરવું અગત્યનું છે.

ત્રીજું, ખોરાકના અભાવના કારણે THR વહેંચીને ખાવામાં આવે છે અને લોકડાઉનના સમય દરમિયાન ખોરાકની મર્યાદિત પ્રાપ્યતાને પગલે મહિલાઓને પૂરતા આહાર અંગે સલાહ અને સમજૂતી આપવામાં આવે, તે મહત્વપૂર્ણ છે. જ્યારે THR આપવામાં આવે, અથવા તો જ્યારે હેલ્થ વર્કર્સ જાગૃતિ ફેલાવવા માટે ઘરોની મુલાકાત લે, તેવા સમયે આવું કાઉન્સેલિંગ કરી શકાય છે. આ સંદેશો પ્રસરાવવા માટે રેડિયો અને સમૂહ સંચારનાં અભિયાનોનો પણ ઉપયોગ કરી શકાય છે.

અંતમાં, AWWના વેતન સહિત પોષણ સંબંધિત તમામ ભંડોળ પૂર્ણપણે અને સમયસર છૂટું કરવામાં આવે, તે ઘણું જરૂરી છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં કેન્દ્ર સરકારના પોષણ અભિયાન અને તેના વિવિધ અભિયાનો થકી કુપોષણને નાથવા ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. મહામારી અને તેના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉને આ પૈકીની ઘણી પ્રવૃત્તિઓને અટકાવી દીધી છે. કુપોષણ સામેની ભારતની લડાઇને ચાલુ રાખવા માટે ફરી એક વખત સમાન ગતિ ધારણ કરવી મહત્વપૂર્ણ છે.

અવની કપુર, ડિરેક્ટર, એકાઉન્ટેબિલિટી ઇનિશિએટિવ, રિત્વિક શુક્લા, રિસર્ચ એસોસિએટ, એકાઉન્ટેબિલિટી ઇનિશિએટિવ

અવંતિકા શ્રીવાસ્તવ, સિનિયર કમ્યુનિકેશન્સ ઓફિસર, એકાઉન્ટેબિલિટી ઇનિશિએટિવ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.