નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે દિલ્હીની તમામ ખાનગી હોસ્પિટલોને તમામ દર્દીઓના કોરોના પરીક્ષણો કરવાનો આદેશ આપ્યો છે. જેમને વીસ ટકા બેડ કોરોનાના દર્દીઓ માટે અનામત રાખવા આદેશ આપવામાં આવ્યો છે.
જેમની પાસે કોરોના પરીક્ષણ માટે જરૂરી સાધનો છે તે પરીક્ષણ કરે
કોર્ટે કહ્યું કે, તમામ હોસ્પિટલ જેમાં કેરોના પરીક્ષણ માટે જરૂરી ઉપકરણો છે અને આઇલીએમઆર પરમિશન છે તે કોરોના પરીક્ષણ કરે. કોર્ટે કહ્યું કે, હોસ્પિટલોમાં સર્જરી માટે આવતા દર્દીઓમાં કોરોનાના લક્ષણો દેખાય કે ના દેખાય તેમનો કોરોના ટેસ્ટ કરે. કોર્ટે કોરોના પરીક્ષણની મંજૂરી માંગતી આઇસીએમઆરને દિલ્હીની માન્ય લેબ્સની સૂચિ બનાવવા નિર્દેશ આપ્યો.
દિલ્હીમાં કોરોના દર્દીઓમાં નોંધપાત્ર વધારો
આ અરજી રાકેશ મલ્હોત્રા દ્વારા કરવામાં આવી છે. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હી સરકારે તમામ માર્ગદર્શિકા જારી કરી છે કે તમામ દર્દીઓનાં લક્ષણો છે કે નહીં તેની તપાસ કરાવવી જોઇએ. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હીમાં કોરોના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. દિલ્હી સરકારના કહેવા પ્રમાણે 15 જૂન સુધીમાં આ સંખ્યા પચાસ હજાર સુધી પહોંચી જશે અને 30 જુલાઈ સુધીમાં આ આંકડો સાડા પાંચ લાખ સુધી પહોંચી જશે.
17 સરકારી અને 23 ખાનગી લેબમાં કરવામાં આવી રહી છે કોરોનાની ચકાસણી
સુનાવણી દરમિયાન દિલ્હી સરકારે કહ્યું કે, દિલ્હીમાં 17 સરકારી લેબ છે. જે દરરોજ 2900 દર્દીઓની તપાસ કરવાની ક્ષમતા ધરાવે છે. દિલ્હી સરકારના જણાવ્યા અનુસાર ત્યાંં 23 ખાનગી લેબ્સ છે જેમાં દરરોજ 5700 દર્દીઓની તપાસ કરવાની ક્ષમતા છે. દિલ્હી સરકારના દાવા પર સવાલ ઉઠાવતા અરજદારે કહ્યું કે, દિલ્હી સરકારે ગંગારામ હોસ્પિટલ સહિત છ ખાનગી લેબ્સને તપાસ કરવાની છૂટ આપી નથી.
23 લેબ્સને એફિડેવિટ ફાઇલ કરવા નિર્દેશ
અરજદારો અને દિલ્હી સરકાર વચ્ચેના વિરોધાભાસ પછી, કોર્ટે દિલ્હીના તમામ 23 ખાનગી લેબ્સને સોગંદનામું દાખલ કરવા નિર્દેશ આપ્યો હતો. જેમાં કહ્યું હતું કે, શું તેમને કોરોના પરીક્ષણની છૂટ છે કે નહીં. તેમને એફિડેવિટમાં પણ કહેવું પડશે કે, શું તેમને અમલદારશાહીમાં કોઈ સમસ્યા છે કે નહીં. કોર્ટે આ ખાનગી લેબ્સને 15 જૂન સુધીમાં એફિડેવિટ ફાઇલ કરવા નિર્દેશ આપ્યો છે.