ETV Bharat / bharat

હિન્દી દિવસ 2020: ઇતિહાસ, મહત્ત્વ અને જાણો શા માટે ઉજવણી - Hindi Diwas significance

ભારતની બંધારણ સભાએ હિન્દીને નવા રાષ્ટ્રની સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી એ દિવસ 14 સપ્ટેમ્બરને હિન્દી દિવસ તરીકે મનાવવામાં આવે છે. ભારતીય એકતા અને સમાન વારસાના પ્રતિક તરીકે હિન્દી છે તેની યાદ તરીકે હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. ઇંગ્લીશ, સ્પેનિશ અને મેન્ડેરિન પછી હિન્દી સૌથી વધુ બોલાતી વિશ્વની ચોથી ભાષા છે. હિન્દી ભાષા માટે પ્રદાન કરનારને આ દિવસે રાષ્ટ્રપતિના હસ્તે રાજભાષા પુરસ્કાર આપવામાં આવે છે.

હિન્દી દિવસ 2020
હિન્દી દિવસ 2020
author img

By

Published : Sep 14, 2020, 9:47 AM IST

હૈદરાબાદ : ભારતની બંધારણ સભાએ 1949માં હિન્દીને નવા રાષ્ટ્ર ભારતની સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી હતી.

"રાષ્ટ્રભાષા કે બિના રાષ્ટ્ર ગુંગા હૈ." — મહાત્મા ગાંધી

ભારતની બંધારણ સભાએ હિન્દીને નવા રાષ્ટ્રની સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી એ દિવસ 14 સપ્ટેમ્બરને હિન્દી દિવસ તરીકે મનાવવામાં આવે છે. ભારતીય એકતા અને સમાન વારસાના પ્રતિક તરીકે હિન્દી છે તેની યાદ તરીકે હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. ઇંગ્લીશ, સ્પેનિશ અને મેન્ડેરિન પછી હિન્દી સૌથી વધુ બોલાતી વિશ્વની ચોથી ભાષા છે. હિન્દી ભાષા માટે પ્રદાન કરનારને આ દિવસે રાષ્ટ્રપતિના હસ્તે રાજભાષા પુરસ્કાર આપવામાં આવે છે.

ઇન્ડો-આર્યન કુળની ભાષા હિન્દી દેવનાગરી લિપિમાં લખાય છે. ભારતનું બંધારણ તૈયાર કરવા રચાયેલી બંધારણ સભામાં હિન્દીને રાજભાષા તરીકે સ્વીકારવા સહમતી થઈ તે પછી 26 જાન્યુઆરી, 1950થી તેને સત્તાવાર રીતે રાજભાષા બનાવાઈ. કેન્દ્ર સરકારની સત્તાવાર ભાષા તરીકે હિન્દી ઉપરાંત અંગ્રેજી પણ રખાઈ છે અને ભારતની બીજી 22 ભાષાઓને પણ માન્યતા આપવામાં આવેલી છે.

પ્રથમ હિન્દી દિવસની ઉજવણી 1953માં થઈ હતી. બેવોહર રાજેન્દ્ર સિંહ, હજારી પ્રસાદ દ્વિવેદી, કાકા કાલેલકર, મૈથિલી શરણ ગુપ્ત અને શેઠ ગોવિંદ દાસે હિન્દીને રાજભાષા બનાવવા માટે આગ્રહ રાખ્યો હતો.

આઝાદી પછી ભારત સરકારે રાજભાષાના સંવર્ધન માટે તેના વ્યાકરણ અને લિપિ માટે એકસમાન ધોરણ નક્કી કરવા પ્રયાસો કર્યા હતા. દેશના અન્ય વિસ્તારોમાં પણ હિન્દીનો પ્રસાર પ્રચાર થાય તે માટે વર્ધાની રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિએ 14 સપ્ટેમ્બરને હિન્દી દિવસ તરીકે ઉજવવા ભલામણ કરી હતી અને તે રીતે 1953થી તેની શરૂઆત થઈ.

આઝાદીની લડત શઈ થઈ ત્યારથી જ એક રાષ્ટ્રભાષા માટે વિચાર થવા લાગ્યો હતો. ઉત્તર ભારત સિવાય પશ્ચિમ ભારતમાં લોકો હિન્દી સહેલાઈથી સમજી શકતા હતા. જોકે ઈશાન ભારત અને દક્ષિણ ભારતના લોકો માટે હિન્દી અજાણી પડતી હતી. તેથી જ આઝાદી પછી તરત જ હિન્દીને રાષ્ટ્રીય ભાષા તરીકે જાહેર કરાઈ નહોતી.

ભારતીય બંધારણની કલમ 351 અનુસાર દેશ એકસમાન સંસ્કૃત્તિના તાંતણે બંધાય તે માટે હિન્દીને પ્રોત્સાહન આપવા માટેની જવાબદારી કેન્દ્ર સરકારની છે. એક વાર બીજા રાજ્યોમાં પણ હિન્દીનો પ્રચાર થાય અને તેના માટે માહોલ બને તે પછી તેને રાષ્ટ્રીય ભાષા જાહેર કરાશે તેવું વિચારાયું હતું.

જોકે સત્તાવાર ભાષા તરીકે અંગ્રેજીને દૂર કરવાની વાત આવી ત્યારે દેશના ઘણા રાજ્યોમાં, ખાસ કરીને દક્ષિણના રાજ્યોમાંથી હિંસક વિરોધ થયો હતો. તામિલનાડુમાં જાન્યુઆરી 1965માં ભાષાના મુદ્દે તોફાનો થયા હતા. આથી કેન્દ્ર સરકારે બંધારણમાં સુધારો કરીને હિન્દી ઉપરાંત અંગ્રેજીને પણ ભારતની સત્તાવાર ભાષા તરીકે જાળવી રાખી. બંધારણના આઠમાં શેડ્યુલમાં કુલ 22 ભાષાઓને માન્યતા આપવામાં આવી છે.

હિન્દી ભાષા અને હિન્દી દિવસનાં રસપ્રદ પાસાં

હિન્દી 25 કરોડથી વધુ લોકોની ભાષા છે, જેમાં વિદેશ વસી ગયેલા ભારતીયોનો પણ સમાવેશ થાય છે. 2011ની વસતિ ગણતરી અનુસાર ભારતની વસતિના 43.6 ટકા લોકો હિન્દી બોલે છે અને દુનિયામાં સૌથી વધુ બોલાતી ભાષામાં ચોથા સ્થાને છે.

વેબસાઇટના URL હવે સાત ભારતીય ભાષાઓમાં રાખી શકાય છે અને તેમાં હિન્દીનો પણ સમાવેશ થાય છે.

બંધારણની કલમ 343 અનુસાર, “ભારતીય સંઘની સત્તાવાર ભાષા દેવનાગરી લિપિમાં હિન્દી રહેશે. સત્તાવાર હેતુ માટે આંકડાં ભારતીય અંકશાસ્ત્રના આંતરરાષ્ટ્રીય સ્વરૂપમાં રહેશે.”

આઝાદીની લડત દરમિયાન એકતાના પ્રતિક તરીકે લડવૈયાઓએ હિન્દીને સ્વીકારી હતી. સાહિત્યની ભાષા તરીકે હિન્દીનો ઉપયોગ 12મી સદીથી થતો આવ્યો છે.

હિન્દી લિપિ ધ્વની આધારિત છે. અંગ્રેજીથી વિપરિત હિન્દી મૂળાક્ષરોના દરેકના પોતાના ધ્વની છે અને જે રીતે લખાય તે રીતે જ બોલાય છે.

1918માં હિન્દી સાહિત્ય સંમેલનમાં પ્રથમ વાર મહાત્મા ગાંધીએ હિન્દીને રાષ્ટ્રીય ભાષા બનાવવા માટેની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે હિન્દી જ લોકભાષા છે.

1977માં તે વખતના વિદેશ પ્રધાન અટલ બિહારી વાજપેયીએ પ્રથમવાર સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં હિન્દીમાં ભાષણ આપ્યું હતું.

હિન્દી ભાષાનો સૌથી વધુ વ્યાપક રીતે વપરાતો શબ્દ નમસ્તે છે.

ઇન્ટરનેટની દુનિયામાં 2000માં પ્રથમ હિન્દી પોર્ટલ તૈયાર થયું હતું અને છેલ્લા થોડા વર્ષોમાં ઇન્ટરનેટ પર હિન્દીનો વપરાશ ઘણો વધ્યો છે એમ ગૂગલ જણાવે છે.

હિન્દી એ શબ્દ પોતે ફારસી મૂળ ધરાવે છે અને પ્રથમ હિન્દી કવિતા અમીર ખૂશરોએ લખી હતી. બીજી નવાઈની વાત એ છે કે હિન્દી ભાષાના ઇતિહાસ વિશે સૌ પ્રથમ સંશોધન ફ્રેન્ચ લેખક ગ્રાસીમ ધ તૈસીએ કર્યું હતું.

હિન્દી ભાષાનું વૈવિધ્ય

આઝાદી પછી ભારત સરકારે હિન્દી ભાષાના વ્યાકરણ અને બંધારણને એકસમાન ધોરણમાં લાવવા કોશિશો કરી હતી. દેવાનગરી લિપિમાં પણ સમાનતા માટે પ્રયાસો થયા હતા.

ભાષા તરીકે હિન્દીની ઓળખ 19મી સદીમાં જ થઈ હતી. અનેક બોલીઓને એક કરીને હિન્દી ભાષા તૈયાર થઈ છે. હરયાણવી, બ્રજ, અવધી, ભોજપુરી, બુંદેલી, બઘેલી, કનૌજી અને રાજસ્થાની સહિત 49 બોલીઓ હિન્દી ભાષા હેઠળ આવે છે.

હિન્દીકરણ સામે વિરોધ

ભારતમાં 25.8 કરોડ લોકોએ હિન્દીને માતૃભાષા તરીકે ગણાવી છે, જ્યારે દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, હરિયાણા સહિતના રાજ્યોમાં તે બોલાય છે.

રાષ્ટ્રીય ભાષા તરીકે હિન્દીને સ્વીકારવામાં આવી, પરંતુ તેની સામે વિરોધ પણ થયો હતો. ખાસ કરીને દક્ષિણ ભારતમાં વિરોધ થતો આવ્યો છે. આજે ભાષાના મુદ્દે દેશમાં ઘણી જગ્યાએ ઘર્ષણ થતું જોવા મળે છે.

બાલકૃષ્ણ શર્મા અને પુરુષોત્તમ દાસ ટંડન જેવા નેતાઓએ સામ્રાજ્યની યાદ અપાવે તેવી અંગ્રેજી ભાષાને પણ સત્તાવાર ભાષા તરીકે માન્યતા આપવાનો વિરોધ કરેલો. માત્ર હિન્દીને જ રાજભાષા બનાવવા માટે તેઓએ પ્રદર્શનો કરેલા.

આ માટે બંધારણીય સુધારાના ખરડા પણ તેમણે મૂકેલા, પરંતુ અડધાથી વધુ ભારતમાં માત્ર હિન્દીને થોપી બેસાડવા સામે વિરોધ થતો રહેલો તેથી પસાર થઈ શક્યા નહોતા.

ભાષાકીય ધોરણે રાજ્યોની રચનાને કારણે ભાષા ઓળખનું એક માધ્યમ બની છે. તેથી હિન્દી કે અન્ય ભાષાને રાષ્ટ્રીય ભાષા તરીકે લાદવાનો વિરોધ થતો રહે છે. કર્ણાટકમાં મેટ્રો સ્ટેશનમાંથી હિન્દીના બોર્ડ દૂર કરાયા છે.

નેપાળી વસતિ ધરાવતા દાર્જિંલિંગમાં બંગાળીને ફરજિયાત કરાઈ હતી ત્યારે ત્યાં પણ વિરોધ થયો હતો અને ગોરખાલેન્ડની માગણી ઊઠી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.