ETV Bharat / bharat

કેજરીવાલ સરકારે મૃતદેહોના અંતિમસંસ્કાર ન કર્યા, હાઈકોર્ટ ફટકારી નોટિસ

author img

By

Published : May 28, 2020, 10:45 PM IST

દિલ્હી હાઈકોર્ટે કોરોનાથી સંક્રમિત દર્દીઓના મૃતદેહના ઢગલા બનવાના અહેવાલોની નોંધ લીધી છે. ન્યાયાધીશ રાજીવ સહાય એન્ડલાવા અને આશા મેનનની ખંડપીઠે વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી કરી હતી. હવે પછી જાહેરહિતમાં યોગ્ય માર્ગદર્શિકા જાહેર કરવા માટે આ મામલે ચીફ જસ્ટિસ ડી.એન. બેંચ આવતીકાલે એટલે કે 29 મેના રોજ સુનાવણી કરશે.

High court
High court

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે કોરોનાથી સંક્રમિત દર્દીઓના મૃતદેહના ઢગલા બનવાના અહેવાલોની નોંધ લીધી છે. ન્યાયાધીશ રાજીવ સહાય એન્ડલાવા અને આશા મેનનની ખંડપીઠે વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી કરી હતી. હવે પછી જાહેરહિતમાં યોગ્ય માર્ગદર્શિકા જાહેર કરવા માટે આ મામલે ચીફ જસ્ટિસ ડી.એન. બેંચ આવતીકાલે એટલે કે 29 મેના રોજ સુનાવણી કરશે.

કોર્ટે કહ્યું કે, આજના મોટાભાગના સમાચારોમાં લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં (એલએનજેપી) કોરોના દર્દીઓના મૃતદેહોના સમાચારો પ્રકાશિત થયા છે. આ સમાચારમાં એવું કહેવામાં આવ્યું છે કે, 108 મૃતદેહો પડેલા છે. 80 મૃતદેહોને રેકમાં રાખવામાં આવ્યાં છે, જ્યારે 28 મૃતદેહોને એકની ઉપર એક રાખવામાં આવ્યાં છે. દિલ્હીમાં કોરોના દર્દીઓની સારવાર માટે લોકનાયક હોસ્પિટલ સૌથી મોટી હોસ્પિટલ છે.

તેના શબગૃહમાં મૃતદેહો રાખવામાં આવી રહ્યાં છે, જે કાં તો કોરોનાથી મૃત્યુ પામ્યા હતા અથવા કોરોના શંકાસ્પદ હતા. આ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં એટલે નથી આવી રહ્યાં કારણ કે નિગમબોધ ઘાટ અને પંજાબી બાગના સ્મશાનગૃહોમાં સીએનજી ભઠ્ઠીઓ કાર્યરત નથી.

સલામત ન હોવા છતાં લાકડાથી અંતિમ સંસ્કાર કરવા અનુમતિ આપી છે, છતાં નિગમબોધ ઘાટ પર કર્મચારીઓ અને પૂજારીઓની કામગીરી ન કરવાને કારણે સ્થિતિ અનિયંત્રિત બની છે. ન્યાયાધીશ રાજીવ સહાય એન્ડોલાએ પોતાના આદેશમાં કહ્યું છે કે, તેઓ દિલ્હીના નાગરિક અને ન્યાયાધીશ તરીકે દુઃખી છે. જો અખબારોમાં મળતા અહેવાલો સાચા હોય તો તે મૃતકોના હકોનું ઉલ્લંઘન છે. કોર્ટે દિલ્હી સરકાર અને દિલ્હીની ત્રણ મહાનગરપાલિકાઓને 29 મેના રોજ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવા નોટિસ ફટકારી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.