હજુ મુંબઈમાં વરસાદી સમસ્યાનો અંત નથી આવ્યો, ફરી સાંગલીમાં વરસાદને કારણે લોકો મોતને ભેટી રહ્યાં છે. સાંગલીમાં NDRFની ટીમ દ્વારા પુર પ્રભાવિત લોકોને નાવમાં બેસાડી સુરક્ષિત જગ્યા પર લઈ જઈ રહ્યાં હતા તે દરમિયાન બોટ ડૂબી હતી. બોટમાં અંદાજીત 28 લોકો સવાર હતાં. જેમાંથી 10 લોકોના મોત થયાં છે. મૃતક લોકોના મૃતદેહ મળી ગયા છે. જ્યારે 6 લોકો લાપતા છે. 15 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. હાલ NDRFની ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલુ છે.
