ETV Bharat / bharat

દિલ્હી શાહીનબાગમાં વિરોધ પ્રદર્શનના પગલે ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

દિલ્હી શાહીનબાગમાં 100 દિવસ સુધી એક વિરોધ પ્રદર્શન ચાલ્યું હતું. જેની સાવચેતીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

દિલ્હી શાહીબાગમાં વિરોધ પ્રદર્શનના પગલે ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
author img

By

Published : Jun 4, 2020, 9:29 PM IST

દિલ્હી: શાહીન બાગમાં પ્રદર્શનના કારણે બુધવારે પોલીસે સાવચેતીના ભાગ રૂપે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. 100 દિવસ સુધી શાહીન બાગમાં એક પ્રદર્શન ચાલ્યું હતું. જેના કારણે દિલ્હીને નોઈડાથી જોડતો મુખ્ય માર્ગ લાંબા સમયથી બંધ રહ્યો હતો.

લોકડાઉન પછી દિલ્હી ફરી એકવાર ખોલ્યું છે, આ જોતા બુધવારે પોલીસે શાહીન બાગની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો, જેમાં દિલ્હી પોલીસ કર્મચારીઓ તેમજ સૈનિકો પણ જોવા મળ્યા હતા.

બુધવારે શાહીન બાગની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને પસંદગીના પોલીસ અધિકારીઓ પણ હાજર હતા. હકીકતમાં પોલીસે આ પગલું સાવચેતીના પગલા તરીકે લીધું હતું જેથી કોઈ પણ પ્રકારનું પ્રદર્શન ફરી શરૂ ન થાય.

શાહિન બાગના પ્રદર્શનને કારણે દિલ્હીને નોઈડાથી જોડતો મુખ્ય માર્ગ ઘણા સમયથી બંધ રહ્યો હતો, તેમજ શાહીન બાગ માર્કેટની દુકાનો પણ બંધ કરી દેવામાં આવી હતી.

હવે આ પ્રદર્શન ફરી શરૂ ન થય તે કારણે બુધવારે અહીં પોલીસે સાવચેતીના પગલાં લીધા હતા. જો કે, આ સમયગાળા દરમિયાન શાહીન બાગની આજુ-બાજુ સામાન્ય ટ્રાફિક ચાલુ રહ્યો હતો.

સીએએ, એનઆરસી અને એનપીઆર વિરુદ્ધ શાહીન બાગમાં લગભગ 100 દિવસ વિરોધ પ્રદર્શન થયું હતું અને આ વિરોધ કોરોના સંકટને કારણે ખતમ કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.