નવી દિલ્હી: દિલ્હી શીખ ગુરુદ્વારા બંધારણ સમિતિના અધ્યક્ષ મંજિંદરસિંહ સિરસાએ શનિવારે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં શીખો સાથે થતો અતિરેક સતત વધી રહ્યો છે. ગુરુદ્વારા પંજા સાહિબની ગ્રંથીની પુત્રીનું અપહરણ કરવું એ શીખોને સંદેશ આપવાનો છે કે, તેઓ હવે પાકિસ્તાનમાં સુરક્ષિત નથી.
સિરસાએ કહ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાનને આ વાત પર શરમ આવવી જોઇએ. કમિટી અધ્યક્ષે કહ્યું કે, પાકિસ્તાનમાં બીજા ધર્મના લોકોમાં ધર્મપરિવર્તન થઇ રહ્યું છે. છેલ્લાં ઘણા દિવસો બાદ એવી કેટલીય ઘટના સામે આવી છે, જ્યાં શીખ મહિલાનું અપહરણ કરી તેના બળજબરીથી લગ્ન કરી દેવામાં આવે છે. દિલ્હી શીખ ગુરૂદ્વારા બંધારણ સમિતિના અધ્યક્ષે આ અંગે અવાજ ઉઠાવ્યો છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, સોમવારે પાકિસ્તાની હાઈ કમિશનની સામે દિલ્હીના શીખ ગુરુદ્વારા બંધારણ કમિટી પાકિસ્તાનમાં થઇ રહેલા અત્યાચારો વિરૂદ્ધ પ્રદર્શન કરશે. આ સ્થિતિને લઇને શનિવારે બે વાગ્યે કમિટી સભ્યો વિદેશ મંત્રાલય જઇ રહ્યાં છે.