હૈદરાબાદને પ્લાસ્ટિક મુક્ત કરવાના હકારાત્મક પગલામાં ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગ્રીન સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન બનાવી રહ્યું છે. આ વેન્ડિંગ ઝોન હાઈટેક સિટી વિસ્તારમાં શિલ્પરમ નજીક આવશે, જ્યાં 55 સ્ટોલ સંપૂર્ણ રીતે રિસાયકલ મટિરીયલથી બનાવેલા હશે.
ગુજરાતમાં આવેલી એક કંપની આ સ્ટોલ બનાવી રહી છે, જેમાં કુલ 40 ટન રિસાયકલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દરેક સ્ટોલમાં આશરે 2 હજાર રિસાયકલ બોટલની જરૂર હોય છે. કોર્પોરેશન દરેક સ્ટોલ માટે 90,000 રૂપિયા ખર્ચ કરી રહ્યું છે, જે 800 મીટરમાં ફેલાયેલુ હશે. બધા બધા વેચાણકારોને ખોરાકની સલામતી અંગે માર્ગદર્શન અપાશે. તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે પણ કેળવણી અપાશે.
ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આગામી 10-15 દિવસની અંદર વેન્ડિંગ ઝોન ખોલવા તત્પર છે. આ અનોખી પહેલથી કોર્પોરેશને સાચા અર્થમાં હૈદરાબાદને ટકાઉ શહેર તરીકે સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે.