ETV Bharat / bharat

કોરોના સંક્રમણને પગલે મધ્યપ્રદેશની સરકારી યોજનાઓના બજેટમાં ભારે નુકસાનની આશંકા - મધ્યપ્રદેશની સરકારી યોજનાઓ

કોરોના સંક્રમણને પગલે મધ્યપ્રદેશ સરકારની અર્થવ્યવસ્થાને ભારે નુક્સાન પહોંચ્યું છે. અનલૉક બાદ રાજ્યમાં કામ ધંધા ભલે શરૂ થઇ ગયા હોય પરંતુ હજુ પણ પરિસ્થિતિ પહેલાની જેમ સામાન્ય થઇ શકી નથી. કોરોનાને લીધે એક નાણાકીય વર્ષમાં સરકારને 26000 કરોડ રૂપિયાથી પણ વધુનું નુકસાન થયું છે. આથી હવે સરકાર યોજનાઓથી મળનારા લાભમાં કપાત કરવાનું વિચારી રહી છે.

કોરોના સંક્રમણને પગલે મધ્યપ્રદેશમાં સરકારી યોજનાઓના બજેટમાં ભારે નુકસાન

author img

By

Published : Jul 21, 2020, 8:28 PM IST

મધ્યપ્રદેશ: તમામ વિવાદો બાદ મધ્યપ્રદેશમાં દારૂની દુકાનો ભલે શરૂ થઈ ગઈ હોય પરંતુ બસ ઓપરેટરોએ ટેક્સ માફ કરવાની માગ કરતા નવો વિવાદ ઉ ભો થયો છે. અનલૉક 1 બાદ રાજ્ય સરકારે બસ સંચાલન માટે મંજૂરી આપી દીધી હતી પરંતુ બસ સંચાલકો જ્યાં સુધી સરકાર ટેક્સ માફ ન કરે ત્યાં સુધી બસ સેવા ચાલુ નહી થાય તેમ જણાવી રહ્યા છે, જ્યારે સરકાર કહી રહી છે કે પહેલા બસ સેવા સંચાલિત થાય ત્યારબાદ ટેક્સની માગ પર વિચાર વિમર્શ કરવામાં આવશે.

પરિવહન પ્રધાન ગોવિંદ સિંહ રાજપૂત નું કહેવું છે કે જ્યાં સુધી કોરોના સંક્રમણ નહિ ઘટે ત્યાં સુધી બસ સેવા સંચાલિત નહિ થાય. આ જ પરિસ્થિતિ રેતી ખનનની છે. 5 જિલ્લાઓમાં રેતીનું ખનન અટકવાને લીધે પણ સરકારી તિજોરીને ભારે નુક્સાન પહોંચ્યું છે.

ઉપરાંત આ નુકસાનની ભરપાઇ કરવા માટે સરકાર સતત દેવું કરી રહી છે. ખર્ચની આપૂર્તિ માટે રાજ્ય સરકાર દર મહિને 1000 કરોડ રૂપિયા બજારમાંથી લઇ રહી છે. છેલ્લા 4 મહિનામાં શિવરાજસિંહ સરકાર પ્રજાને માથે આશરે 4250 કરોડ રૂપિયા નું ભારણ નાખી ચૂક્યા છે. પહેલેથી જ નાણાકીય મુશ્કેલીઓ ભોગવી રહેલી મધ્યપ્રદેશ સરકારની અર્થવ્યવસ્થા કોરોનાને કારણે વધુ બદહાલ થઇ ગઇ છે.

કોરોનાથી સરકારને થયેલા નુકસાન અને દેવાનો બોજો બજેટમાં પણ અસર પેદા કરશે. આગામી બજેટમાં અનેક સરકારી યોજનાઓના લાભમાં કપાત કરવામાં આવશે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને સ્વાસ્થ્ય વિભાગને લગતી યોજનાઓમાં કપાત કરવામાં આવશે તેમજ અન્ય વિભાગની યોજનાઓ જેનો લાભ મેળવનાર લોકો પ્રમાણમાં ઓછા છે તેમને કપાતની અસર થાય તેવી સંભાવના છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.