કેન્દ્ર સરકાર તરફથી એટોર્ની જનરલે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે, આ ડીલ બે સરકાર વચ્ચેની હતી. જેથી અમે CAGને કહ્યું હતું કે, રિપોર્ટમાં વિમાનની કિંમતના દસ્તાવેજનો કોઇ ઉલ્લેખ ન કરો. જેના પર પ્રશાંત ભૂષણે કહ્યું કે, આ કેસમાં ભ્રષ્ટાચાર થયો છે. તેથી જ સરકાર કોર્ટને આ મામલામાં દખલગીરી ન કરવાનું કહી રહી છે. વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે, દસ્તાવેજની ચોરી થઇ હતી તો સરકારે તેની ફરિયાદ કેમ દાખલ ન કરી. સરકાર પોતાની જરૂરિયાત મુજબના દસ્તાવેજોનો ખુલાસો કરે છે. CAG રિપોર્ટમાં શું છે તે સરકારને કેમ ખબર પડી?
સુપ્રીમ કોર્ટમાં ગુરૂવારે થયેલી સુનાવણીના સમયે એટોર્ની જનરલ વેણુગોપાલે કોર્ટમાં જણાવ્યું હતું કે, CAGની જે રિપોર્ટ કોર્ટમાં દાખલ કરવામાં આવી, તેમાં કેટલાક દસ્તાવેજોની ઓછાં હતાં. આ રિપોર્ટમાં શરૂઆતના 3 પેજ છે જ નહીં. ચીફ જસ્ટિસ રંજન ગોગઇએ જણાવ્યું કે, તમે દસ્તાવેજોના વિશેષ દરજ્જાની વાત કરી રહ્યાં છો, પરંતુ તમારે સાચી દલીલ કરવી પડશે. આ પહેલા પણ સરકારે CAG રિપોર્ટમાં ભૂલ છે, તેવી વાત કહી હતી, જે બાદ દસ્તાવેજોના વિશેષ દરજ્જાને લઇને અરજી દાખલ કરવામાં આવી હતી. છેલ્લી CAG રિપોર્ટના આધારે મોદી સરાકારને સુપ્રીમ કોર્ટમાંથી ક્લીન ચીટ પણ મળી હતી.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ સતત રાફેલ મુદ્દાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપો કરતી રહી છે. ઉપરાંત રાફેલના દસ્તાવેજોની ચોરી કરવાનો પણ આરોપ લગાવતી રહી છે.