વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેની મુલાકાત દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં થઇ હતી. બન્ને નેતાઓએ નિવેદન પણ જાહેર કર્યુ હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે મને વિશ્વાસ છે કે શ્રીલંકા સરકાર તમિલોની સમાનતા, ન્યાય, શાંતિ અને સમ્માનની આકાંક્ષાઓને પૂરી કરવા માટે, reconciliationની પ્રક્રિયાને આગળ વધારશે.
રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવી વડાપ્રધાન મોદીએ કહ્યું કે, માછીમારોની આજીવીકાને પ્રભાવિત કરવાના મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. અમારી વચ્ચે સહમતિ છે કે અમે આ કેસમાં રચનાત્મક અને માનવ દ્રષ્ટિકોણ જાહેર કરશે.વડાપ્રધાને કહ્યું કે, એકબીજાની સુરક્ષાને લઇને અને આતંકવાદ વિરૂદ્ધ એકબીજાના સહયોગને વધુ મજબૂત કરવા પર મેં રાષ્ટ્રપતિ સાથે વિસ્તારની ચર્ચા કરી હતી. પ્રમુખ ભારતીય સંસ્થાનોમાં શ્રીલંકાના પોલિસ અધિકારી counter terrorist training પ્રાપ્ત કરી રહ્યાં છે. વધુમાં જણાવ્યું કે અમારી સરકારની 'Neighbourhood First' નીતિ અને SAGAR doctrineના અનુરુપ અમે શ્રીલંકાની સાથે અમારા સંબંધોને પ્રધાન્ય આપીએ છીએ. તમારા પ્રાપ્ત થયેલા જનાદેશને એક સંગઠિત, મજબૂત અને સમૃદ્ધ શ્રીલંકા માટે શ્રીલંકાના લોકોની આકાંક્ષાઓ વ્યક્ત કરી છે. આ સંબંધમાં ભારતની શુભેચ્છા અને સહયોગ હંમેશા શ્રીલંકાની સાથે છે. વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું કે, આ અમારા માટે સમ્માનની વાત છે કે રાષ્ટ્રપતિ રાજપક્ષે પોતાના પ્રથમ વિદેશ પ્રવાસ કરવા માટે ભારતને પસંદ કરી અને પદ સંભાળવાના બે હપ્તામાં ભારતમાં અમે તેનુ સમ્માન કરવાનો મોકો આપ્યો છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિએ રાજધાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે રાષ્ટ્રપતિ ગોડાબાયાની મુલાકાત કરી હતી. આ સમયે બંનેએ રાષ્ટ્રીય હિત અને દ્વિપક્ષીય સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
ઉલ્લેખનિય છે કે, હાલમાં શ્રીલંકામાં થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગોયાબાયા રાજપક્ષે ચૂંટાયલા છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ આ ભારતમાં તેમનો પહેલો પ્રવાસ છે.