જમ્મુ: કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જાહેર થયાના એક વર્ષ બાદ હવે જમ્મુવાસીઓને આશા છે કે તેઓ જે ભેદભાવનો સામનો કરી રહ્યા હતા તેનો અંત આવશે અને પ્રદેશમાં વિકાસ થશે.
5 ઑગસ્ટ 2019ના રોજ કલમ 370 અને 35 A નાબૂદ કરતા પહેલા, પૂર્વ રાજ્યના જમ્મુ વિભાગ તરફથી ભેદભાવનો આરોપ લગાવતા અવાજો વારંવાર સાંભળવામાં આવતા હતા. જો કે, તેમના પર વધુ ધ્યાન આપવામાં આવ્યું ન હતું.
પરંતુ, ઇટીવી ભારતને જમ્મુના લોકો કઇ રહ્યા છે કે હવે આ બાબતોમાં સુધારો આવ્યો હોય તેવું લાગે છે, હવે પ્રાંતમાં વિકાસનો ઉદય થશે. જ્યારે કેટલાક લોકો કેન્દ્ર સરકારની નોકરીઓની રાહમાં છે, અન્ય લોકો કહે છે કે સંપત્તિના અધિકારમાં સુધારો કરવો એ સમયની જરૂરિયાત છે.
જમ્મુના રહેવાસીઓને પણ લાગે છે કે આર્ટિકલના રદ થવાને કારણે તેમને મુક્તિ મળી છે કારણ કે "હવે વહીવટ જમ્મુના લોકોના હિતને સર્વોચ્ચ રાખીને દરેક નિર્ણય લેવામાં આવશે."
બદલાતા સમય પ્રાંતની મહિલાઓ માટે પણ સારો લાગે છે, નોકરીના ક્ષેત્રો અને સમાવિષ્ટ સંપત્તિના હકોમાં તેમના માટે ઘણી તકો ખુલી છે.
એક રહેવાસીએ જણાવ્યું હતું કે, હવે અમારી પુત્રીને જમ્મુ-કાશ્મીરની બહાર લગ્ન કર્યા હોવા છતાં તેમની સંપત્તિનો વારસો બરોબર મળશે.
જો કે, નોંધનીય છે કે વહીવટીતંત્ર દ્વારા નોકરી, રોજગાર અથવા મહિલા મુદ્દાઓને લઈને હજુ સુધી કોઈ મોટી ઘોષણા કરવામાં આવી નથી.