નવી દિલ્હી: દિલ્હીમાં કોરોના એક લાખથી પણ વધુ કેસ થઈ ગયા છે. કોરોનાને ધ્યાનમાં રાખીને, હજી પણ ઘણા સ્થળોએ લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે. કોરોનાના કારણે દિલ્હીમાં હજુ પણ કેટલાક સ્થળો બંધ છે. જેમાં દિલ્હી મેટ્રોથી લઈ દિલ્હીમાં આવેલી ઘણી જગ્યાઓનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, બેંક્વેટ હોલથી લઈને સત્સંગના હોલને પણ વધતા ચેપના કેસોને જોતા કોરોના હોસ્પિટલમાં બદલી નાખ્યા છે. છેલ્લા ચાર મહિનાથી દિલ્હીમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે.
2 માર્ચે દિલ્હીમાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો અને 4 માર્ચે દિલ્હી સરકાર દ્વારા કોરોનાનું પહેલું હેલ્થ બુલેટિન બહાર પાડ્યું હતું. ત્યારથી, 4 મહિના થઈ ગયા છે અને દરેક પસાર થતા મહિના સાથે, દિલ્હીમાં કોરોના કેસોમાં વધારો થઇ રહ્યો છે. 2 માર્ચથી લઇ 4 જુલાઈ સુધીમાં દિલ્હીમાં કોરોનાના એક લાખ થી વધુ કેસ થઇ ગયા છે.
પહેલા એક મહિનામાં દિલ્હીમાં કોરોના કેસ ઓછા નોંધાતા હતા.જે બાદ 4 એપ્રિલ સુધી દિલ્હીમાં ચેપના ફક્ત 445 કેસ હતા અને 6 લોકોના મોત નીપજ્યાં હતાં, જ્યારે ચેપગ્રસ્ત લોકોમાંથી 15 સાજા થઇ ગયા હતા. આગામી એક મહિનામાં આ આંકડા સંપૂર્ણપણે બદલાઇ ગયો હતો. 4 મેના રોજ, દિલ્હીમાં ચેપની સંખ્યા વધીને 4898 થઈ અને મૃતકોની સંખ્યા 64 પર પહોંચી ગઈ હતા.
જો કે, 4 એપ્રિલ બાદ 4 મે સુધી સાજા થનારાઓનો આંકડો 1431 પર પહોંચ્યો હતો. 4 જૂને, દિલ્હીમાં કોરોનાનો આંકડો 25,004 થયો હતો, જ્યારે મૃત્યુનો આંક 650 પર પહોંચી ગયો હતો. તો આ સાથે 9898 લોકોએ કોરોનાને માત આપી હતી . દિલ્હીમાં 2,36,506 નમૂનાના ટેસ્ટ થયા હતા.
છેલ્લા એક મહિનામાં, દિલ્હીમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. 4 જુલાઈએ દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા હેલ્થ બુલેટિન અનુસાર, દિલ્હીમાં કોરોનાનો આંકડો 97,200 પર પહોંચી ગયો હતો, જ્યારે 3004 લોકોના મોત નીપજ્યાં છે. જો કે, આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો સાજા પણ થયા હતા અને હાલમાં સાજા થનાર લોકોનો આંક 70.2 ટકા થયો હતો.
ચેપગ્રસ્ત લોકોની વધતી જતી સંખ્યા પાછળનું એક કારણ એ છે કે દરેક મહિનામાં દિલ્હીમાં નમૂના ટેસ્ટની સંખ્યમાં પણ વદારો કરવામાં આવ્યો હતો . માર્ચમાં, દિલ્હીમાં 3694 નમૂનાના ટેસ્ટ થયા હતા, જ્યારે એપ્રિલમાં આ આંકડો 60414 હતો અને મે માસમાં તે 1,72,398 હતો. નમૂના ટેસ્ટમાં જૂનમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો હતો અને એક મહિનાની અંદર 3,83,862 પરીક્ષણો થયા હતા. કુલ મળીને દિલ્હીમાં અત્યાર સુધીમાં 6,20,368 ટેસ્ટ કરવામાં આવ્યા છે.