- કુમાઉ યુનિવર્સિટીની હોશિયાર વિદ્યાર્થીની છે હંસી
- શિક્ષિત વિદ્યાર્થી ભીખ માંગવા મજબૂર
- ચૂંટણીમાં ઉમેદવાર રહી ચૂકી છે હંસી
હરિદ્વાર : આજે આપણે એક એવી મહિલા હંસી પ્રહરી વિશે વાત કરશું જે ક્યારે કુમાઉં યુનિવર્સિટીની શાન રહી ચૂકી છે. વિદ્યાર્થી યૂનિયન વાઇસ પ્રેસિડેન્ટ રહેલી કુમાઉં યુનિવર્સિટીથી બે વખત પોતાના MAનો અભ્યાસ પૂર્ણ કરી ચૂકી છે. તેમણે MA ઇંગ્લિશ મીડિયમથી પાસ કર્યું છે. તે MA પાસ કર્યા બાદ તેજ યુનિવર્સિટીમાં લાઇબ્રેરિયન તરીકે નોકરી કરતી હતી. જોકે આજે તેની હાલત ખૂબ જ દયનીય બની છે. તે આજે રસ્તાઓ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર ભીખ માંગવા મજબૂર બની છે.
ઉતરાખંડના અલ્મોડા જિલ્લાના સોમેશ્વર વિધાનસભા ક્ષેત્રના હવાલબાગ વિકાસખંડ અંતર્ગત ગોવિન્દપુરની પાસે રમખિલા ગામ આવેલું છે. આ ગામની રહેવાસી હંસી 5 ભાઇ બહેનોમાંથી સૌથી મોટી છે. પહાડી પરિવારમાં બધુ સારૂ ચાલી રહ્યું હતું, પરિવારમાં સૌથી મોટી બહેન હંસી સમગ્ર ગામમાં તેના અભ્યાસને લઇ ચર્ચામાં રહેતી હતી. પિતા નાનો ધંધો કરતા હતા. તેમના બાળકોના અભ્યાસ માટે તેમને ખૂબ મહેનત કરી હતી.
વિદ્યાર્થી સંઘની ઉપપ્રમુખ રહી ચૂકી છે હંસી
પરિવારની સૌથી મોટી બહેન હંસી ગામની એક નાની શાળાથી પોતાનું અભ્યાસ પૂર્ણ કરીને કુમાઉં યુનિવર્સિટીમાં તેણે પ્રવેશ મેળવ્યો હતો.પ્રવેશની તમામ પ્રક્રિયા અને ટેસ્ટ પાસ કરીને હંસીએ પ્રવેશ મેળવ્યો હતો.હંસી અભ્યાસની સાથે બીજી એક્ટિવિટીમાં પણ તેજ હતી.તેમે વર્ષ 1998-99 અને 2000માં તે ચર્ચામાં આવી હતી જ્યારે તે વિદ્યાર્થી સંઘની ઉપપ્રમુખ બની હતી.આ સાથે કુમાઉં યુનિવર્સિટીથી બે વખત MA ઇંગ્લિશ મીડિયમથી પાસ કરીને લાઇબ્રેરિયન તરીકે નોકરી કરતી હતી.
યુનિવર્સિટીમાં 4 વર્ષ સુધી લાઇબ્રેરિયન રહી ચૂકી છે હંસી
હંસી પ્રહરી આ અંગે જણાવે છે કે,લગભગ 4 વર્ષ યુનિવર્સિટીમાં નોકરી તેમણે કરી હતી.નોકરી એટલે મળી કારણ કે તે યુનિવર્સિટીમાં આયોજીત તમામ સ્પર્ધામાં ભાગ લેતી હતી.તે ડિબેટ, કલ્ચર પ્રોગ્રામ અને અન્ય કાર્યકર્મોમાં ભાગ લેતી હતી અને પ્રથમ નંબર પર આવતી હતી.તેમણે વર્ષ 2008માં પ્રાઇવેટ નોકરી કરી હતી.
વર્ષ 2011 બાદ હંસીના જીવનમાં વળાંક આવ્યો હતો.Etv ભારત સાથે વાત કરતા હંસીએ જણાવ્યું કે,તે નથી ઇચ્છતી કે તેમની કારણે તેમના ભાઇ અને પરિવાર પર કોઇ પ્રભાવ પડે.તેમણે જણાવ્યું કે, હાલ તે જે જીવન જીવી રહી છે તે લગ્ન પછી પરસ્પર તણાવનું પરિણામ છે.હંસીને તેના લગ્ન જીવન પર વધારે વાત ન કરી જોકે તેણે જણાવ્યું કે, જો તેમણે તેમના પરિવાર કે સાસરે વિશે વધુ વાત કરી તો તેમના પરિવારપર તેની અસર પડી શકે છે.
વિવાહિત જીવનમાં મુશકેલીઓ આવતા હંસી થોડો સમય માટે ડિપ્રેશનમાં જતી રહી હતી.તે દરમિયાન તેમનો ધર્મ તરફ આકર્ષણ વધ્યો હતો.તેમણે પરિવારથી અલગ રહેવાનો નિર્ણય કર્યો અને ધર્મનગરીમાં રહેવાનો નિર્ણય કર્યો હતો.જે માટે તેઓ હરિદ્વાર આવે છે, અને ત્યારથી તેઓ પોતાના પરિવારથી અલગ થઇ ગઇ હતી.તેમણે વધુમાં જણાવ્યું કે, આ દરમિયાન તેમનો સ્વાસ્થ્ય પણ ખરબા થયો હતો, તેઓ એટલા સક્ષમ ન હતા કે તે નોકરી કરી શકે.જે બાદ સમય જતા તેઓ ભીખ માગવા મજબૂર બન્યા હતા.જોકે તે માને છે કે જો તેમની સારી રીતે સારવાર થાય તો તેઓ આજે પણ નોકરી કરી શકે છે.
હંસીએ ETV ભારત સાથે તેમના જીવની વાર્તા શેર કરી
ETV ભારતથી વાત કરતા હંસીએ જણાવ્યું કે, તેઓ વર્ષ 2012 બાદ હરિદ્વારમાં ભીખ માંગતી હતી અને પોતાના 6 વર્ષના બાળકનું ઉછેર કરતી હતી.હંસીના બે બાળકો છે.તેની પુત્રી તેની નાની સાથે રહે છે અને તેમનો પુત્ર તેમની સાથે રસ્તા પર ભીખ માગી જીવન જીવી રહ્યા છે.
તે તેના પુત્રને ફૂટપાથ પર જ અભ્યાસ કરાવે છે તે તેને ઇગ્લીશ, હિન્દી, સંસ્કૃત અને તમામ ભાષાનો જ્ઞાન આપે છે.તે ઇચ્છે છે કે,તેમના બાળકો સારૂ અભ્યાસ મેળવીને સરકારી નોકરી કરે.
મુખ્યપ્રધાન પાસે અનેક વખત વિનંતી કરી
આટલું જ નહીં, તેમણે પોતે મુખ્યપ્રધાનને તેમની મદદ માટે અનેક વાર પત્ર લખ્યા છે. સચિવાલય અને વિધાનસભાના ધક્કા ખાઇ ચુક્યા છે.આ બાબતના દસ્તાવેજો પણ હંસી પાસે છે.તે કહે છે કે, સરકાર તેમની મદદ કરે તો તેઓ તેમના બાળકોને સારું શિક્ષણ આપી શકે છે.
હંસી પોતાના બાળકોને સારું શિક્ષણ આપી રહી છે
બાળક મોટો થઈને અધિકારી બનવા માગે છે. આ નિર્દોષને ખબર પણ નથી કે તે સમાજના કયા વર્ગમાં પોતાનું જીવન વિતાવી રહ્યું છે, પરંતુ આંખોમાં જે આશા જોવા મળી છે તે નિશ્ચિતપણે જણાવે છે કે બાળક તેની માતાનું નામ એક દિવસ જરૂર રોશન કરશે.
રાજ્યસભાના સાંસદ પ્રદીપ ટમ્ટાએ મદદનો હાથ આગળ વધાર્યો
જ્યારે ETV ભારતે રાજ્યસભાના સાંસદ પ્રદીપ ટમ્ટા સાથે હંસી વિશે વાત કરી હતી,તો તેમણે પણ પુષ્ટિ કરી હતી કે હંસી તે ચૂંટણીમાં એક ભણેલી ઉમેદવાર હતી. જોકે એવું લાગ્યું કે આ છોકરી સમાજમાં ફેરબદલ કરી શકે છે, પરંતુ તે ચૂંટણી જીતી ન શકી. જ્યારે પ્રદીપ ટમ્ટાએ સાંભળ્યું કે, તે હવે ભીખ માંગવા માટે મજબૂર છે, ત્યારે તેમણે તેના વિશે જાણવાનું પ્રયાસ કર્યું હતું.
એક અપીલ...
આ સમાચાર દ્વારા ETV ભારતનો હેતુ સરકારને એ વાત પહોંચાડવાનો છે કે, એક શિક્ષિત હોશિયાર વિદ્યાર્થી રસ્તાઓ પર ભીખારીની જેમ જીવન જીવવા માટે મજબૂર બની છે. જો સરકારની કોઈ મદદ તેને મળે, તો એવી અપેક્ષા રાખવામાં આવે છે કે હંસીની પાસે એક છત હશે અને તેઓ તેમના બાળકોને પણ સારું જીવન આપી શકશે.