ભોપાલઃ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહ રામ મંદિરના શિલાન્યાસના મુહુર્તને લઈ સતત મોદી સરકારને ઘેરી રહ્યાં છે, પરંતુ આ વખતે તો તેમણે ખુબ જ મોટી ભૂલ કરી છે. દિગ્વિજય સિંહે પોતાના ટ્વીટમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને બદલે વડાપ્રધાન અમિત શાહ લખ્યું હતું. જેેને લઈ તેમણે માફી માગી છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહ રામ મંદિર શિલાન્યાસના મુહુર્તને લઈ સતત કેન્દ્ર સરકાર પર હુમલો કરી રહ્યાં છે. આ દરમિયાન તેમણે ટ્વીટમાં સનાતન હિન્દુ ધર્મની માન્યતાઓને નજરઅંદાજ કરવાના પરિણામો જણાવતા ટ્વીટ કર્યુ હતું. જેમાં તેમણે ભૂલથી કેન્દ્રીય ગૃહપ્રધાનને અમિત શાહને બદલે વડાપ્રધાન અમિત શાહ લખ્યું હતું. જો કે, બાદમાં ભૂલને અંગે તેમણે માફી માગી હતી.
નોંધનીય છે કે, દિગ્વિજય સિંહે સનાતન હિન્દુ ધર્મની માન્યતાઓને નજરઅંદાજ કરવાના પરિણામો ગણાવતાં લખ્યું હતું કે,
1.ભારતના વડાપ્રધાન અમિત શાહ કોરોના પોઝિટિવ હોવાથી હોસ્પિટલમાં દાખલ (દિગ્વિજય સિંહે અહીં ભૂલથી કેન્દ્રીય ગૃહપ્રધાનને બદલે વડાપ્રધાન લખ્યુ હતું)
2. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ કોરોના પોઝિટિવ
3. રામ મંદિરના સમસ્ત પુજારી કોરોના પોઝિટિવ
-
मोदी जी आप अशुभ मुहुर्त में भगवान राम मंदिर का शिलान्यास कर और कितने लोगों को अस्पताल भिजवाना चाहते हैं? योगी जी आप ही मोदी जी को समझाइए। आपके रहते हुए सनातन धर्म की सारी मर्यादाओं को क्यो तोड़ा जा रहा है? और आपकी क्या मजबूरी है जो आप यह सब होने दे रहे हैं?
— digvijaya singh (@digvijaya_28) August 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">मोदी जी आप अशुभ मुहुर्त में भगवान राम मंदिर का शिलान्यास कर और कितने लोगों को अस्पताल भिजवाना चाहते हैं? योगी जी आप ही मोदी जी को समझाइए। आपके रहते हुए सनातन धर्म की सारी मर्यादाओं को क्यो तोड़ा जा रहा है? और आपकी क्या मजबूरी है जो आप यह सब होने दे रहे हैं?
— digvijaya singh (@digvijaya_28) August 3, 2020मोदी जी आप अशुभ मुहुर्त में भगवान राम मंदिर का शिलान्यास कर और कितने लोगों को अस्पताल भिजवाना चाहते हैं? योगी जी आप ही मोदी जी को समझाइए। आपके रहते हुए सनातन धर्म की सारी मर्यादाओं को क्यो तोड़ा जा रहा है? और आपकी क्या मजबूरी है जो आप यह सब होने दे रहे हैं?
— digvijaya singh (@digvijaya_28) August 3, 2020
4 ઉત્તરપ્રદેશના પ્રધાન કમલા રાની વરુણનું કોરોનાથી નિધન
5 કર્ણાટકના મુખ્યપ્રધાન કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ
દિગ્વિજય સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા લખ્યું હતું કે, "મોદીજી તમે અશુભ મુહૂર્તમાં ભગવાન રામ મંદિરનો શિલાન્યાસ કરી કેટલા લોકોને હોસ્પિટલ મોકલવા માગો છો? સીએમ મોદી તમે જ પીએમ મોદીને સમજાવો. તમારા હોવા છતાં સનાતન ધર્મની સારી મર્યાદાઓને કેમ તોડવામાં આવી રહી છે? તમારી એવી શું મજબૂરી છે કે તમે આ બધુ થવા દો છે?"