જયપુર: જીતેન્દ્ર ગોઠવાલ ભાજપના સક્રિય કાર્યકર્તા હતા અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં સતત્ત ભાગ લેતા હતા. તેમણે હાલ કોરોના સમયમાં ભાજપના જાહેર સેવા કાર્ય અને અભિયાનમાં સક્રિયપણે ભાગ લીધો હતો. આ સમય દરમિયાન, તે ઘણા સ્થળોએ ગયા અને લોકોને કોરોના વિશે જાગૃત કર્યા હતા. આ જ અભિયાન દરમિયાન તેમણે લોકોને માસ્ક અને સેનિટાઇઝર વગેરેનું વિતરણ પણ કર્યું હતું, પરંતુ આખરે પોતે પણ કોરોના થઇ ગયું છે.
જીતેન્દ્ર ગોઠવાલ સાથે ફોન પર વાત કરતા તેમણે કહ્યું હતું કે, તે શારીરિક રૂપે સારા છે, પરંતુ ગળાના દુખાવાના કારણે તેમને આ ટેસ્ટ કરાવ્યો હતો, કારણ કે તેમને હળવો તાવ પણ હતો. તેમણે કહ્યું કે રવિવારે બપોરે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેના કારણે તેમને સારવાર માટે હોસ્પિટલમાં કોરોન્ટાઇન કરવામાં આવી રહ્યા છે.
અનુસૂચિત જાતિ કેટેગરી સાથે જોડાયેલા જીતેન્દ્ર ગોઠવાલની ગણતરી પાર્ટીના યુવા અને સક્રિય કાર્યકરોમાં થાય છે. પક્ષ સાથે સંબંધિત પ્રવૃત્તિઓમાં અને લોકોમાં સતત સક્રિયતાને કારણે, ટીમ સતિષ પૂનીયામાં પણ તેમનું સ્થાન નક્કી છે. રાજ્ય ભાજપની નવી ટીમની જાહેરાત ટૂંક સમયમાં કરવાની છે.
મળતી માહીતી મુજબ, ચાર-પાંચ દિવસ પહેલા જ પ્રદેશ ભાજપ સાથે સંકળાયેલા કેટલાક અધિકારીઓ અને નેતાઓ જીતેન્દ્ર ગોઠવાલના સંપર્કમાં આવ્યા હતા. આ નેતાઓએ જીતેન્દ્ર ગોઠવાલ સાથે મુલાકાત પણ કરી હતી.