ન્યૂઝડેસ્ક : એન.આર.એ.આઈએ આગાહી પણ કરી છે કે 7.3 મિલિયન રેસ્ટોરન્ટ કામદારોમાંથી 20% કાયમી ધોરણે નોકરી ગુમાવશે કારણ કે તેમના માલીકો જ વ્યવસાયમાંથી બહાર ફેંકાય જશે.
એન.આર.એ.આઈ ના પ્રમુખ અને ડીગુસ્ટીબસ હોસ્પિટાલિટી પ્રા. લિ ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, અનુરાગ કટારિઅર જણાવ્યું હતું કે, “રેસ્ટોરન્ટ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર આશરે ચાર લાખ કરોડ છે.
અમે નથી ઇચ્છતા કે અમારા કર્મચારીઓ મુશ્કેલી ભોગવે પરંતુ અમારી પાસે પૂરતા સંસાધનો નથી.
તાત્કાલિક ગાળામાં અમે શૂન્ય આવક પર અને આવનાર મહિનાઓ માટે ઓછામાં ઓછા 50 ટકાના ઘટાડા તરફ નજર રાખીએ છીએ. અમારી કેટલીક માંગોમાં સીમાંત કર્મચારીઓ માટે પગાર કવર, કેન્દ્ર અને રાજ્ય સ્તરે તમામ કાયદાકીય લેણાની મોકુફી, બેંક લોન પર મોકૂફી, ક્ષેત્ર માટે જી.એસ.ટી પર ઇનપુટ ટેક્સ ક્રેડિટનું પુનસ્થાપન અને વૈશ્વિક રોગચાળો ધ્યાનમાં રાખીને ફોર્સ મેજ્યુર કલમની સાર્વત્રિક રોકની માંગ છે.. "
આ ક્ષેત્રે લોકડાઉન દરમિયાન ધંધા બંધ થવાને કારણે રાહતો સાથે નાણાં પ્રધાન પાસે નાણાકીય બેલઆઉટ પેકેજની માંગ કરી છે.
એન.આર.એ.આઈએ સરકારને નીચેની માંગણી કરી હતી કે જેથી સુનિશ્ચિત થઈ શકાય કે ઉદ્યોગ લોકડાઉનની અસરને પહોંચી વળે: -
જીએસટી, એડવાન્સ ટેક્સ પેમેન્ટ, પીએફ, ઇએસઆઈસી, કસ્ટમ ડ્યુટીઝ, સ્ટેટ એક્સાઈઝ, દારૂ લાઇસન્સ નવીકરણ, વેટ જેવા કાયદાકીય લેણાંની 12 મહિના માટે મુલતવી રાખવા
- આ ક્ષેત્રમાં જી.એસ.ટી પર ઇનપુટ ટેક્સ ક્રેડિટની તાત્કાલિક પુન:સ્થાપના
- બેરોજગારી પગાર કવર
- ઉપયોગિતાઓ માટે ચૂકવણીની સ્થગિતતા
12 મહિના માટે તમામ પ્રકારની લોન અને સુવિધાઓની ચુકવણી માટે મુદત અને ટર્મ લોન અથવા કાર્યકારી મૂડી પર ત્રણ મહિના માટે ચાર્જ કરાયેલ વ્યાજનું તાત્કાલિક નિલંબન અથવા કટોકટી સમાપ્ત થયા પછી વ્યાજ અને કોલેટરલ વિના વર્કિંગ કેપિટલ એક્સપોઝરને બમણું કરવુ
અણધાર્યા સંજોગોને લીધે નુકસાન પર ઉદ્યોગો દ્વારા લેવામાં આવેલા કવર માટે, જાહેર અને ખાનગી બંને ક્ષેત્રની વીમા કંપનીઓ દ્વારા દાવાઓનું તાકીદે નિરાકણ ; એક વર્ષ માટે વીમા પ્રીમિયમમાં કોઈપણ જાતના વધારા પર તાત્કાલિક અસર થી રોક લગાવવી
લાંબા ગાળાની સંભવિત અસર
રેસ્ટોરન્ટ્સમાંથી ડિલિવરીમાં વધારો થવાનો અંદાજ છે કારણ કે કોરોનાવાયરસ દ્વારા સામાજિક મેળાપણાની ઓછા થશે . ઘણી રેસ્ટોરન્ટ્સ અગાઉ એવા ભોજનની ઓફર કરતી હતી જેને મિત્રો અને અજાણ્યાઓ સાથે વહેંચી શકાય, પરંતુ કોરોનાવાયરસ થી આ આ વલણ સમાપ્ત થશે તેવુ માનવામાં આવે છે. ખૂબ સામાજિક સંપર્ક હોય તેવા ઘરોમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ખોરાક પહોંચાડવામાં આવી શકે છે અને તેથી વાયરસ વગેરેના ફેલાવાના જોખમને ઘટાડશે જોકે તેનાથી ડિલિવરી ના દરો આસમાન આંબી જશે
રેસ્ટોરન્ટ્સ પણ આ આગની ચપેટમાં આવી શકે છે કારણ કે લોકડાઉન સમાપ્ત થયા પછી વધુ લોકો ઘરેલું રાંધેલા અને સલામત ભોજનને પસંદ કરશે જ્યાં રસોઈ બનાવમાં આવે. વહેંચાયેલ વાનગીઓ અને સસ્તી કિંમતે નવા પ્રયોગો પર ધ્યાન કેન્દ્રિત કરવું ઘરના લોકો માટે બહારનું જમવાનું કરતાં વધુ ફાયદાકારક લાગશે.