કાશીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે અયોધ્યામાં શ્રીરામ મંદિરનું ભૂમિ પૂજન કરી મંદિરના નિર્માણની આધારશિલા રાખશે અને ભૂમિપૂજન સાથે મંદિર નિર્માણની શરૂઆત પણ થઇ જશે. કાશીમાં પણ ભગવાન શ્રીરામના નામના ધ્વજ લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. જ્યારે બાકીના ધ્વજ હજી બની રહ્યા છે. કાશીવાસીઓ 5 ઓગસ્ટના રોજ કાશીમાં રામ નામના ધ્વજ લગાવીને કાશીને રામના રંગમાં રંગી દેશે.
ધ્વજ તૈયાર કરનારા કારીગરે જણાવ્યું કે, "ભગવાન શ્રીરામના નામના ધ્વજ બનાવવામાં આવી રહ્યા છે. જેના કારણે કાશીને પણ ખબર પડે કે અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે. ઘણા વર્ષોથી રામ મંદિર માટે સંઘર્ષ ચાલી રહ્યો હતો. પણ મોદીજીના આવ્યા બાદ અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે. અમે ઘરો પર લગાવવા ધ્વજ બનાવી રહ્યા છીએ અને 5 તારીખે અમે દિવાળી મનાવીશું".
જ્યારે ધ્વજ બનાવવામાં મદદ કરી રહેલા વિવેક શંકર તિવારીએ જણાવ્યું કે, 500 વર્ષોથી રામ ભક્તો સંધર્ષ કરી રહ્યા છે. ભગવાન રામનું મંદિર બનવા જઇ રહ્યું છે તે જોઇને આનંદ થઇ રહ્યો છે. ભગવાન શિવની નગરી કાશી હવે રામના રંગમાં રંગવા જઇ રહી છે. અમે લોકો ભગવાન શ્રીરામના નામના ધ્વજ સમગ્ર કાશીના દરેક ઘરમાં લગાવવામાં આવશે અને તેનાથી ભગવાન શિવની નગરી કાશી હવે ભગવાન રામના રંગમાં રંગવા જઇ રહ્યા છીએ.