શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના ડોડામાં એક કાર ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ કારનો નંબર JK-019-6674 છે. શુક્રવારે આ ઘટનાનો શિકાર થયેલી કાર રામબન જિલ્લાથી ડોડા તરફથી આવી રહી હતી.
આ દરમિયાન રાગી નાલાની નજીક કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ખીણમાં ખાબકી હતી. કારમાં સવાર તમામ પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.