મુંબઈની તાજમહલ હોટલ પાસે લાગી આગ
કોલાબા સ્થિત ચર્ચિલ ચેમ્બર બિલ્ડિંગનાં ત્રીજા માળે રવિવારે આગ લાગી હતી. આ ઘટનામાં એકનુ મોત થયુ છે. ઘટના સ્થળે પહોંચેલા ફાયરના જવાનોએ આ આગની ચુંગાલમાંથી 14 લોકોને સલામત રીતે બચાવી લીધા હતા. સીડીની મદદથી ત્રીજા માળે પહોંચી બચાવકાર્ય કરાયું હતું. હજુ પણ કેટલાક લોકો આગમાં ફસાયા હોવાની સંભાવના છે. હાલમાં રેસ્કયુ ઓપરેશન ચાલી રહ્યું છે. આગના કારણે ધુમાડાના ગોટેગોટા વળતાં લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા.