નવી દિલ્હીઃ રવિવારે ખૂબ જ ગરમીને કારણે નોઇડા સેક્ટર 132 JBM પબ્લિક સ્કુલમાં ભીષણ આગ લાગી હતી. આ આગ સ્કુલની લેબોરેટરીમાં લાગી હતી. આગ લાગવાથી આસપાસના વિસ્તારોમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઉપરાંત તાત્કાલિક જ ઘટનાસ્થળે ફાયર વિભાગની ગાડીઓ પહોંચી હતી અને આગને કાબુમાં લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
આ ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી. આ ઘટના થાણા એક્સપ્રેસ વિસ્તારની શાળા બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. હાલ વધુ તપાસમાં ફાયર બ્રિગેડની ટીમે કામ હાથ ધર્યું છે.
આ શાળામાં લાગેલી આગને બુજાવવા માટે 6 ફાયર ટેન્ડરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ અકબંધ છે. આગની ચપેટમાં આવવાથી લાખો રુપિયાનો સામાન બળીને ખાખ થયો છે. તો સ્કુલ બંધ હોવાથી કોઇ પણ પ્રકારની જાનહાનિ થઇ નથી. મળતી માહિતી મજુબ આગ બુજાવવામાં ફાયર બ્રિગેડને ઘણો સમય લાગ્યો હતો.
આ આગ અંગે ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે, આગ લાગવાનું કારણ હજૂ સ્પષ્ટ નથી. પરંતુ પ્રથમ દ્રષ્ટિએ શોર્ટ સર્કિટથી આગ લાગી હોય તેમ લાગી રહ્યું છે. આ સમગ્ર મામલાની તપાસ શરુ છે.