નવી દિલ્હી: રાજધાનીના કીર્તિ નગરમાં ચુના ભટ્ટી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગુરુવારે મોડી રાત્રે આગ લાગી હતી.
આગ પર કાબૂ મેળવવા માટે બે ડઝનથી વધુ ફાયર ટેન્ડર સ્થળ પર દોડી ગયા હતા. હજી સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
દિલ્હી ફાયર સર્વિસના ચીફ ફાયર ઓફિસર રાજેશ પનવારે જણાવ્યું હતું કે,ગુરુવારે રાત્રે લગભગ 11.20 કલાકે, અમને માહિતી મળી કે, કીર્તિનગર ખાતેના ચુના ભટ્ટી ઝૂંપડપટ્ટીમાં આગ લાગી. લગભગ 45 વાહનો ફાયર ફાઇટર કાર્યવાહીમાં રોકાયેલા છે. હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ અંકુશ હેઠળ છે.