વૉશિગ્ટનઃ માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે લોકોને શાંત રહીને અને સુરક્ષા દિશા નિર્દેશનોનું પાલન કરવા વિનંતી કરી હતી. સાથે જ કહ્યું હતું કે, સ્વચ્છતા અને સતત સતર્ક રહેનાર દેશ સ્વાસ્થ્ય ક્ષેત્રની સાથે-સાથે આર્થિક ક્ષેત્રે પણ જલ્દી પર પરત ફરી શકે છે.
ગેટસે યુવા પેઢીને વચ્ચે લોકપ્રિય સોશિયલ મીડિયા સાઈટ રેડિટ અંગેના પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું હતું કે, ‘જો કોઈ દેશ તપાસ કરે છે અને શહેર, સંસ્થાઓને બંધ રાખીને લોકહિતને ધ્યાનમાં રાખીને આરોગ્યલક્ષી પગલા લે છે. તે દેશ સ્વાસ્થ્ય ક્ષેત્રની સાથે-સાથે આર્થિક ક્ષેત્રે પણ જલ્દી પર પરત ફરી શકે છે. તેમજ 10 અઠવાડિયામાં ફરીથી સામાન્ય કાર્યોની શરૂઆત કરી શકાય છે.’ તેમણે આગળ વાત કરતાં જણાવ્યું હતું કે, તપાસ માટે લોકોને અલગ રાખવા તે નિર્ણય સફળ સાબિત રહ્યો છે.
આર્થિક નુકસાન વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, મને આર્થિક નુકસાનની ચિંતા છે. ખાસ કરીને વિકાસશીલ દેશની. કારણે કે, જે પોતાની સામાજિક અલગ રાખવામાં અસમર્થ છે અને જેમની પાસે હૉસ્પિટલો પણ ઓછી છે.
નોંધનીય છે કે, ગેટસ ફાઉન્ડેશન દુનિયાભરમાં કોવિડ-19 સામે લડવા માટે 10 કરોડ ડોલરની મદદ કરી રહ્યું છે. સાથે જ વૉશિગ્ટનની મદદ માટે 50 લાખ ડોલર આવશે. જે ન્યૂયોર્ક બાદ કોરોના વાઈરસથી સૌથી વધુ પ્રભાવિત છે.
ગેટ્સે ફાઉન્ડેશન અંગે કહ્યું હતું કે,"ફાઉન્ડેશન ડાયગ્નોસ્ટિક્સ, ચિકિત્સા શાસ્ત્ર, અને દવા બનાવવાના સંબંધમાં કામ કરતાં સમૂહની સાથે મળીને કામ કરી રહ્યું છે. જેથી જરૂરિયાત મુજબ લોકો સુધી મદદ પહોંચાડવામાં સરળતા રહે."