JNUના VCએ જણાવ્યું કે, અમારા વિદ્યાર્થીઓ ખૂબ જ પ્રતિભાવાન છે. તેઓ ઘણી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને JNUમાં એડમિશન મેળવે છે. જોકે હાલના દિવસોમાં થયેલા વિવાદ અંગે VCએ જણાવ્યું કે, 'પાંચ જાન્યુઆરીના રોજ જે હિંસા થઈ તે અંગે ઘણી દુ:ખદ છે. જોકે તેની પાછળ બે-ત્રણ કારણો હોવાનું તેમણે જણાવ્યું હતું. જેમાં હોસ્ટેલ ફીમાં વધારો કરવામાં આવ્યો તે પણ વિદ્યાર્થીઓના વિરોધનું એક કારણ હતું'.
VCએ આ અંગે પોતાનો બચાવ કરતા કહ્યું કે, JNUની આર્થિક સ્થિતિને કારણે વર્તમાન સમયમાં હોસ્ટલ ફીમાં વધારો કરવાની ફરજ પડી છે. તેમ છતાં VCએ કહ્યું કે, આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે તેમાં પણ રાહત કરવામાં આવી છે'.
તેમણે કહ્યું કે, 'હિંસાથી વિરોધ કરવો એ યોગ્ય નથી. તકલીફ અંગે વિવિધ રીતે રજૂઆત કરી શકાય. હોસ્ટેલનો કંઈ મુદ્દો હોય તો, વોર્ડન સાથે ચર્ચા કરીને સમાધાન લાવી શકાય.