ETV Bharat / bharat

#BoycottMadeInChina મુવમેન્ટને જનસમર્થન, સોનમ વાંગચૂક સાથે ETV Bharatની ખાસ વાતચીત - Boycott tik tok

સોનમ વાંગચૂક સાથે ઈટીવી ભારતના નેશનલ બ્યૂરો ચીફ રાકેશ ત્રીપાઠી દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી. તેના અંશ અહીં પ્રસ્તૂત છે.

ો
#BoycottMadeInChina મુવમેન્ટને જનસમર્થન,સોનમ વાંગચૂક સાથે ETV Bharatની EXCLUSIVE વાતચીત
author img

By

Published : Jun 9, 2020, 10:50 PM IST

સવાલઃ તમારા મનમાં આ વૉલેટ વિરુદ્ધ બૂલેટનો વિચાર કેવી રીતે આવ્યો?

જવાબઃ લદાખમાં રહેતાં રહેતાં હું ચીનની પ્રવૃત્તિ જોતો આવ્યો છું, જેને તમે ગેરવર્તન કહો, પ્રભુત્વ કહો કે ઘૂસણખોરી કહો. હંમેશા તેને થતા હું જોતો આવ્યો છું. તેના કારણે લદાખના લોકોને ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડે છે.

ખાસ કરીને ભરવાડોને, કેમ કે બકરા ચારવા માટેનો વિસ્તાર તેમના માટે ઘટતો જાય છે. મને થયું કે આ બાબતમાં મારે કશું કરવું પડશે. થોડા દિવસ પહેલાં ફરીથી ઘૂસણખોરી થઈ ત્યારે મેં જોયું કે આ વખતે તેમનો વિચાર કંઈક જુદો છે. તેમની ડિઝાઇન અને ઇરાદો જુદો છે. માત્ર સરહદનો ભંગ કરવાનો નથી.

કોરોના સંકટ વચ્ચે કોઈ દેશ આવું ના કરે. હું સમજું છુ તે પ્રમાણે માત્ર ભારત નહિ વિયેતનામ, તાઇવાન અને અમેરિકન નૌકા દળને દરેકને દક્ષિણ ચીન સમુદ્રમાં ઉશ્કેરવામાં આવી રહ્યા છે. તેથી લાગે છે કે કારણ કૈંક જુદું છે. એક જ મહિનામાં બધા દેશો સાથે આવું થયું. એવું તારણ કાઢી શકીએ કે તેઓ પોતાની આંતરિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોશિશ કરી રહ્યા છે, કેમ કે ચીનમાં રોષ છે કે સરકાર મહામારીને સારી રીતે સંભાળી શકી નથી. તેના કારણે અર્થતંત્ર ખાડે ગયું છે અને તેથી લોકોનું ધ્યાન બીજે ખેંચવા ચીન આવું કરી રહ્યું છે.

હવે આપણે સમજવું જોઈએ કે ચીન અર્થતંત્ર બચાવવા આ કરી રહ્યું હોય તો આપણે તેના અર્થતંત્ર પર પણ વાર કરવો જોઈએ. આપણે તેમના ટ્રેપમાં આવીને બંદૂક અને ગોળીથી જવાબ આપવો જોઈએ નહિ. તેમને અર્થતંત્ર નબળું પડવાનો ડર હોય તો શા માટે તેમને આર્થિક ફટકો ના મારવો.

તેથી જ મેં કહ્યું કે આ કામ ભારતના લોકોએ કરવું પડે. તે કામ વૉલેટથી થઈ શકે. તમે ગમે ત્યાં રહીને, ઘરે, ગામડે રહીને એપને હટાવીને તે કામ કરી શકો છો. આ બહુ સાદી વાત લાગશે, પણ જો મોટા પાયે તે થાય અને લાખો કરોડો એપ અનઇસ્ટોલ થાય તો તેમને અસર થાય. નબળા પડતા અર્થતંત્રને કારણે લોકોનો અસંતોષ પણ વધશે.

#BoycottMadeInChina મુવમેન્ટને જનસમર્થન,સોનમ વાંગચૂક સાથે ETV Bharatની EXCLUSIVE વાતચીત

સવાલઃ પણ શું ચીની વસ્તુઓ અને એપ હટાવવી એ ઉપાય છે, કેમ કે ભારતના લોકોના જીવનમાં તે વસ્તુઓ વણાઈ ગઈ છે? અશક્ય નહિ, પણ અઘરું કામ તો છે.

જવાબઃ આ અઘરું છે, પણ અશક્ય નથી. જીવનમાં ઘણું અઘરું હોય છે, પણ કરવું પડતું હોય છે. જો મક્કમતા સાથે નિર્ણય કરીએ તો સંજોગોને તે પ્રમાણે વાળી શકાય છે. જૈનો ગમે ત્યાં જાય પોતાના પ્રમાણેનું ભોજન શોધી કાઢે છે. ઇચ્છા હોય તો શાકાહારીને ગમે ત્યાં શાકાહારી ભોજન મળી જાય છે. આપણે આવી મુશ્કેલીઓનો વિચાર કરીએ ત્યારે આપણા સૈનિકોને ચીન સરહદે શું મુશ્કેલી પડે છે તેનો વિચાર કરીને તેની સરખામણી કરવી જોઈએ. હાડ ગાળી નાખતી ઠંડીમાં સરહદનું રક્ષણ કરવા જેવી મુશ્કેલી સામે ચાઇનીઝ એપ ડિલિટ કરી નાખવાની વાત તો કંઈ નથી. હવે જો તમે માત્ર એક એપ અનઇન્સ્ટોલ ના કરી શકતા હો તો હું બીજું તો શું કહી શકું?

સવાલઃ ભારતીયોનું વલણ “ચાલે હવે” એવું હોય છે તેનાથી તમે ચિંતિત છો?

જવાબઃ આવા ચલાવી લેવાના વલણથી હું બહુ રોષમાં છું. જો રાષ્ટ્ર તરીકે આપણે નબળા પડીશું તો તેની પાછળ આ “ચાલે હવે” અભિગમ જ છે. આ બાબતમાં આપણે ચીનાઓ પાસેથી શીખવું જોઈએ. મેં જોયું કે તેઓ દરેક બાબત બહુ ચોક્સાઇથી કરે છે અને તેના કારણે જ આખરે સફળ થાય છે. તેની સામે અહીં આપણે જોઈએ કે બહુ જ બેકાળજી હોય છે. લોકડાઉન પછી લોકો જે રીતે વર્તન કરી રહ્યા છે તેમાં પણ તે દેખાઈ આવે છે. છેલ્લા થોડા મહિનામાં દુનિયાભરમાં ભારતના વખાણ થયા કે કેવી રીતે વાઇરસનો સામનો કર્યો. પણ “ચાલે હવે” એ અભિગમથી પાણી ફરી વળશે.

આપણે કાળજી નહિ લઈએ તો કોરોના સામેની લડાઇ હારી જઈશું. જો વાઇરસ સામે આટલી સહેલાઇથી ઝૂકી જઈશું તો ચીન સામે કેવી રીતે લડીશું? બીજી બાજુ આપણે જોઈએ છીએ કે ચીનના નાગરિકોમાં ફરજ ભાવના છે. તેના કારણે જ ચીન કોરોના સામેની લડાઇ જીતી શક્યું છે. ચીન પાસેથી આ શીખીને આપણે પણ શિસ્તપાલન કરીશું તો જ આ લડાઇમાં કંઈક આશા રહેશે.

સવાલઃ આપણે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, અને ઇલેક્ટ્રોનિક આઇટેમો આયાત કરીએ છીએ તે પાંચ લાખ કરોડ રૂપિયાની ચીનથી આયાતનો 41% છે. સ્થાનિક ધોરણે તેનું ઉત્પાદન થાય તેમ નથી તો શું બીજા દેશોમાંથી તેની આયાત કરવી જોઈએ?

જવાબઃ હાસ્તો. શક્ય એટલું ઘરઆંગણે ઉત્પાદન કરીને માગ પૂરી કરવી જોઈએ. અને બાકીની જરૂરિયાત બીજા દેશોમાંથી આયાત કરવી જોઈએ. માનવ અધિકારોનું અને પર્યાવરણના નિયમોનું પાલન કરતો હોય અને ભારત તરફ સારું વલણ હોય તેવા દેશોમાંથી આયાત કરવી જોઈએ.

ચીનમાં કામદાર કાયદાનો અને માનવ અધિકારનો ભંગ થાય છે તેથી વસ્તુઓ સસ્તી છે. તેની મજૂરી સસ્તી છે. તેમને પર્યાવરણ માટે કે શ્રમિકો માટે કશો લગાવ નથી. તે બંનેમાંથી શક્ય એટલું શોષી લેવાની તેમની વૃત્તિ છે. બીજું કે નકલી વસ્તુઓની બાબતમાં પણ તેમનો રેકર્ડ ખરાબ છે. કરન્સીમાં મેનિપ્યુલેશન થાય છે અને તે રીતે તેમની વસ્તુઓ સસ્તી છે. તેથી આપણે સવાલ કરવો જોઈએ કે શું આપણે આવું ચલાવી લેવું જોઈએ.

કામદારોનું અને પર્યાવરણનું ભયંકર શોષણ કરીને આ વસ્તુઓ તૈયાર થાય છે. તે પણ કારણ છે તેની વસ્તુઓનો બહિષ્કાર કરવાનું. આપણે એ યાદ રાખવું જોઈએ કે આપણે કંઈ ચીનના લોકો સામે વિરોધમાં નથી, પણ ચીનની સરકારના વિરોધમાં છીએ. સરકાર લોકોને મુખ્ત કરે અને પ્રજાસત્તાક બને તો કદાચ આપણે આપણા વલણ વિશે ફરીથી વિચારી શકીએ.

સવાલઃ તમે ભારતના લોકોને ચીનની વસ્તુઓને બહિષ્કાર કરવાનું કહ્યું છે, પણ ભારતની કંપનીઓ પણ કહેશો?

જવાબઃ મારું પ્રથમ આહવાન ભારતના લોકોને છે, જેથી તે લોકો આ નાનકડી અગવડ સહન કરી શકે અને લડત આપી શકે. તે પછી હું સરકાર, મોટી કંપનીઓને કહીશ કે તેઓ પ્રાદેશિક ધોરણે તૈયાર થતા ઉત્પાદનોને પ્રોત્સાહન આપે.

સવાલઃ ચીને ભારતમાં ઘણું રોકાણ કર્યું છે અને સરકારે કેટલાક નિયંત્રણો મૂક્યા છે. તેથી તમને લાગે છે કે સરકાર પણ આ મુદ્દો લઈ રહી છે?

જવાબઃ સ્વદેશી ઉદ્યોગોના રક્ષણ માટે સરકારે આવા પગલાં લીધાં હોય તો હું તેને આવકાર આપીશું. મારું આહ્વાન કંઈ અગાઉથી વિચારીને નથી આવ્યું. તે મારા દિલમાંથી જ નીકળ્યું છે. ભારતના સાર્વભૌમત્વ સામે ચીનની કાર્યવાહીથી મને લાગી આવ્યું અને મેં બહિષ્કારનું કહ્યું.

સવાલઃ તમને લાગે છે કે ચીન આ પગલું પાણીની અછતને કારણે રહ્યું છે. પેંગસોંગ ત્સો સરોવરમાંથી તે વધારે પાણી લેવા માગે છે?

જવાબઃ માત્ર આ સરોવરના પાણી પણ તેમની નજર હશે તેવું નહિ હોય, પણ સરોવરને જે સ્રોતમાંથી પાણી મળે છે તેના પર નજર હશે. આપણે જાગૃત રહેવું જોઈએ અને આક્રમક અભિગમ રાખવો જોઈએ. તેઓ પાછા જતા રહે તો પણ એકાદ વર્ષ પછી ફરી ઘૂસણખોરી પણ ખરા કે ના પણ કરે. આપણે માગણી કરવી જોઈએ કે 1962માં પડાવી લીધેલી જમીન પાછી આપે. 1962 પહેલાં હતી તે સ્થિતિએ બંને પાછા ફરે.

સવાલઃ ઇટીવી ભારતના કરોડો દર્શકોને તમે શું સંદેશ આપવા માગવા છો?

જવાબઃ દરેક નાગરિકને આશા હોય કે દેશનું અર્થતંત્ર ધમધમતું થાય. વૈશ્વિકરણના નામે આપણે ચમચી અને બ્રેડ બટર જેવી વસ્તુઓ બીજા દેશમાંથી મગાવી રહ્યા છીએ. આપણે પ્રાદેશિક ઉત્પાદન વધારવા માટે કોશિશ કરવી જોઈએ. એવા વિશ્વ માટે પ્રયત્નો કરવા જોઈએ જે પર્યાવરણને અનુકૂળ હોય.

મારા ભારતીયો નહિ, પણ વિશ્વના બધા લોકોને કહું છું કે મારો વીડિયો મેં તૈયાર કર્યો છે “help me change China” તે બધા સાથે શેર કરે અને દુનિયાના વધુમાં વધુ લોકો સુધી પહોંચાડે. તે રીતે ચીન સામે આંતરરાષ્ટ્રીય દબાણ ઊભું કરી શકાય છે. તમે બધા “વૉલેટ સૈનિકો” બનો અને ફરજ બજાવો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.