ઉત્તરપ્રદેશ: શ્રી રામજન્મભૂમિ ન્યાસના વરિષ્ઠ સભ્ય તેમજ પૂર્વ સાંસદ રામવિલાસ વેદાંતીએ જણાવ્યું છે કે અયોધ્યામાં વિશ્વનું સૌથી ઊંચું એટલે કે 1111 ફૂટનું રામ મંદિર બનાવવામાં આવશે. આ માટે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, ત્રણેય દિગ્ગજોને પત્ર લખ્યો છે.
રામવિલાસ વેદાંતીએ ગોંડા જિલ્લાના મનકાપુરમાં બની રહેલા રામ જાનકી મંદિર ની મુલાકાત લઈ મૂર્તિના દર્શન કર્યા હતા. તેમજ નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યુ હતું.
આ સાથે જ તેમણે અયોધ્યામાં નિર્માણ પામનાર રામ મંદિર અંગે મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે આ મંદિર સમગ્ર વિશ્વમાં સૌથી ઊંચું હશે. ખૂબ જ જલ્દી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચી રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરાવશે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે પાલઘરમાં સાધુ-સંતોની થયેલી હત્યા કોંગ્રેસનું કાવતરું હતું. કોંગ્રેસીઓએ હંમેશા સાધુ-સંતો, મઠ-મંદિરો પર હુમલો કરાવ્યો છે. પરંતુ ઈસ્લામિક ષડયંત્રકારીઓની યોજનાઓ પર ભાજપ સરકારે પાણી ફેરવી દીધું છે. યોગી આદિત્યનાથે રાજ્યમાં ગૌશાળાની સ્થાપના, ગૌ રક્ષા કાયદો લાવી ઉત્તમ કામ કર્યુ છે.