ETV Bharat / bharat

વિદેશમાં મૃત્યુ પામનારા ભારતીયોના સ્વજનો મૃતદેહ પ્રાપ્ત કરી શકશેઃ MHAની સ્પષ્ટતા

કોવિડ-19ની વૈશ્વિક મહામારીને પગલે તાજેતરમાં વિદેશમાં મૃત્યુ પામનારા સંબંધીઓના શોકગ્રસ્ત સ્વજનો અને સંબંધીઓ માટે મોટા રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે, આરોગ્ય તથા બાહ્ય બાબતોના મંત્રાલયોની મંજૂરી મેળવ્યા બાદ ભારતીયો તથા ઓસીઆઇ કાર્ડ ધારકોના મૃતદેહોને ભારતમાં લાવી શકાશે.

વિદેશમાં મૃત્યુ પામનારા ભારતીયોના સ્વજનો મૃતદેહ પ્રાપ્ત કરી શકશેઃ MHAની સ્પષ્ટતા
વિદેશમાં મૃત્યુ પામનારા ભારતીયોના સ્વજનો મૃતદેહ પ્રાપ્ત કરી શકશેઃ MHAની સ્પષ્ટતા
author img

By

Published : Apr 26, 2020, 9:42 AM IST

Updated : Apr 26, 2020, 9:59 AM IST

નવી દિલ્હી: “નિમ્ન સહીકર્તાને એ સ્પષ્ટતા કરવાનો આદેશ આપવામાં આવે છે કે, વિવિધ મંત્રાલયો દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાઓનું ચુસ્ત પાલન કરવાની શરતે ભારતીય નાગરિકો અથવા તો ઓસીઆઇ કાર્ડ્ ધારકોના મૃતદેહો અને અવશેષોને લાવવાના સંદર્ભમાં ઇમિગ્રેશનની કામગીરી હાથ ધરવાની પરવાનગી આપવામાં આવે છે,” તેમ ગૃહ બાબતોના મંત્રાલય હેઠળના વિદેશ બાબતોના ડિવિઝનના ઇમિગ્રેશન સેક્શનના ડિરેક્ટર સ્તરના અધિકારી દ્વારા જારી કરવામાં આવેલા ઓફિસ મેમોરેન્ડમમાં જણાવવામાં આવ્યું હતું.

કોવિડ-19
કોવિડ-19

અત્યંત અર્જન્ટ કેટેગરી હેઠળ આજે (25-04-2020) જારી કરવામાં આવેલા 25022/06/22 નંબર ધરાવતા મેમોરેન્ડમમાં જણાવવામાં આવ્યું છે કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પાસેથી તેમજ બાહ્ય બાબતોના મંત્રાલય પાસેથી મેળવેલું સંમતિ અથવા મંજૂરી ધરાવતા નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) સુપરત કર્યા બાદ મૃતદેહ તથા અન્ય અવશેષો મેળવી શકાય છે.

“આ સંદર્ભમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે,” તેમ ઓફિસ મેમોરેન્ડમમાં જણાવવામાં આવ્યું હતું, જેની એક નકલની ઇટીવી ભારત દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.

શોકગ્રસ્ત સ્વજનોને શા માટે સમસ્યાનો સામનો કરવો પડતો હતો

ટિહરી ગઢવાલના 23 વર્ષના વતની યુવકનું 17મી એપ્રિલના રોજ અબુ ધાબીમાં મોત નીપજ્યું, ત્યાર બાદ તેના પરિવારજનોને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, જેને પગલે ઇટીવીએ આ સમગ્ર મુદ્દો ઉજાગર કર્યો હતો.

અન્ય ત્રણ ભારતીય પાસપોર્ટ ધારકોના મૃતદેહો સાથે ઉપરોક્ત યુવકનો મૃતદેહ 23મી એપ્રિલના રોજ એતિહાદ ફ્લાઇટ EY9809 દ્વારા ભારત લાવવામાં આવ્યો હતો, પરંતુ બ્યૂરો ઓફ ઇમિગ્રેશન ઓથોરિટીએ તે મૃતદેહોને દિલ્હી એરપોર્ટ પર ઊતારવાની પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો હતો.

ટિહરી ગઢવાલના વતની મૃતક કમલેશ ભટ્ટ (23)નો મૃતદેહ મેળવવા માટે સ્પેશ્યલ પાસની વ્યવસ્થા કરીને દિલ્હી એરપોર્ટ પહોંચી શકેલા કમલેશના સંબંધીઓએ ઇમિગ્રેશન ઓથોરિટીની પરવાનગી ન મળવાને કારણે મૃતદેહ વિના પરત ફરવું પડ્યું હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 'મૃતક કમલેશ ભટ્ટના મૃતદેહ સાથે ઓછામાં ઓછી ત્રણ વ્યક્તિઓના મૃતદેહો 22-23 એપ્રિલની રાત્રે ભારત લાવવામાં આવ્યા હતા અને ઇમિગ્રેશન ઓથોરિટીની પરવાનગી ન મળવાને કારણે ગણતરીના કલાકોમાં જ પરત લઇ જવાયા હતા.'

વધુ ચિંતાજનક બાબત એ હતી કે, કમલેશ ભટ્ટના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, તેનું મોત કોવિડ-19 વાઇરસથી નહીં, બલ્કે કાર્ડિયાક એરેસ્ટને કારણે નીપજ્યું હતું. પોસ્ટમોર્ટમની એક નકલ ઇટીવી ભારતે તપાસી હતી.

મૃતક કમલેશ ભટ્ટનાં શોકગ્રસ્ત માતા-પિતા અબુ ધાબીના ઇન્ડિયન કોન્સ્યુલેટ પાસેથી લેખિત પરવાનગી મેળવ્યા છતાં તેમના રીત-રિવાજ પ્રમાણે પુત્રની અંતિમક્રિયા કરવાથી વંચિત રહી ગયાં હતાં. ઇટીવી ભારતે આ કરૂણ કિસ્સા પર પ્રકાશ પાડ્યો હતો.

તેને પગલે આજે ગૃહ બાબતોના મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે, ભારતીય તથા ઓસીઆઇ (ઓવરસિઝ સિટિઝન્સ ઓફ ઇન્ડિયા)ના મૃતદેહો પ્રાપ્ત કરવા સંદર્ભે ઇમિગ્રેશનની કામગીરી હાથ ધરી શકાય છે.

કેરળના સીએમનો વડાપ્રધાન મોદીને પત્ર

કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવેલા પત્રમાં આ મુદ્દો ઊઠાવ્યો હતો.

23મી એપ્રિલના રોજ પીએમને પાઠવેલા પત્રમાં, પિનરાયી વિજયને બિન-કોવિડ (કોવિડ સિવાયનાં) કારણોસર વિદેશમાં મૃત્યુ પામનારા ભારતીય પાસપોર્ટ ધારકોના પરિવારજનોએ વેઠવી પડતી સમસ્યાની નોંધ કરી હતી. કોવિડ સિવાયનાં કારણોથી મોત નીપજ્યું હોવા છતાં, ગૃહ બાબતોના મંત્રાલય દ્વારા અનુસરવામાં આવતાં ચુસ્ત પગલાંઓને કારણે આવા મૃતકોના સ્વજનોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

પિનરાયી વિજયને પત્રમાં વડાપ્રધાન મોદીને આ મામલે હસ્તક્ષેપ કરવા જણાવ્યું હતું, જેથી મૃતકના શોકગ્રસ્ત પરિવારજનો કોઇ અડચણ વિના તેમના સ્વજનોનો મૃતદેહ મેળવી શકે.

ચીનના વુહાન શહેરમાં કોરોના વાઇરસનો ઉદ્ભવ થયો, તેના માત્ર ચાર મહિના બાદ આ અત્યંત ચેપી અને ઘાતક વાઇરસથી દેશમાં 779 લોકોનાં તથા વિશ્વમાં 1.98 લાખ લોકોનાં મોત નીપજ્યાં છે.

કૃષ્ણાનંદ ત્રિપાઠી, ડેપ્યુટી ન્યૂઝ એડિટર, ઇટીવી ભારત.

Last Updated : Apr 26, 2020, 9:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.