શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં બુધવારે સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ થઈ છે. જેમાં એક જવાન ઘાયલ થયો છે. સેનાએ હિઝબુલના કમાન્ડર આઝાદ લલહારીને ઠાર માર્યો છે.
આ અંગે અધિકારીએ જણાવ્યુ કે, સુરક્ષાબળોને પુલવામાના કામરાજીપોરા ગામમાં એક બાગમાં આતંકવાદી હોવાની બાતમી મળી હતી, ત્યાર બાદ તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાબળો પર ફાયરિંગ શરૂ કર્યુ અને સેનાએ પણ વળતો જવાબ આપતા હિઝબુલના કમાન્ડર આઝાદ લલહારીને ઠાર માર્યો હતો. આ અથડામણમાં એક જવાન પણ ઘાયલ થયો છે.
પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, રિયાઝ નાઈકુ બાદ આઝાદ લલહારી હિઝબુલનો કમાન્ડર બન્યો હતો. જેને ભારતીય સેનાએ ઠાર માર્યો છે.