ઝારખંડ: ઝારખંડના ગિરિડીહમાં બે જૂથ વચ્ચેની અથડામણમાં આશરે 18 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ જમીન પર પડેલા એક વૃક્ષના વિવાદમાં આ લડાઇ થઈ હતી. જોકે આ મામલાે કોઈ પણ જૂથે પોલીસ ફરિયાદ નોંધાવી નથી.
જૂથ અથડામણના ઈજાગ્રસ્તોને સારવાર માટે ડુમરી રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા બે લોકોને ધનબાદ દાખલ કરવામાં આવ્યા હતા.
બનાવ સંદર્ભે એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગામમાં જમીન ઉપર પડેલા વૃક્ષના લાકડાને કાપવાને લઈને બંને જૂથ વચ્ચે વિવાદ થયો હતો. આ મામલાને લઇને કોઈ જૂથની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ નથી.