બહરાઇચ: ગિરજાપુરી, શારદા, ગોપિયા બેરેજમાંથી પાણી છોડવાના કારણે બહરાઇચમાં ઘાઘરા નદીનું જળસ્તર વધ્યું છે. ઘાઘરાના જળસ્તરમાં વધારો થવાને કારણે મહાસી, કૈસરગંજ અને મીહિપુરવા વિસ્તારોના 200 જેટલા ગામ પૂરથી અસરગ્રસ્ત છે. બેરેજમાંથી લગભગ સાડા ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવાને કારણે ઘાઘરા નદી વિસ્તારમાં આવેલા ગામોમાં પાણી ફરી વળ્યાં છે.
પૂરનાં પાણીમાં ડૂબી જવાથી જુદા જુદા સ્થળોએ આઠ લોકોનાં મોત થયા છે. અનેક ઘરોમાં પુરના પાણી ઘુસી ગયા છે. સેંકડો વીઘા જમીન પૂરના પાણીમાં ડૂબી ગઈ છે. અસરગ્રસ્ત વિસ્તારના ગ્રામજનોને સલામત સ્થળોએ પહોંચાડવા એનડીઆરએફની ટીમ આગળ આવી છે.
જિલ્લાના ઘાઘરા અને સરયુ નદીઓમાં સતત વધી રહેલી જળસપાટીને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં થયેલા મોતથી લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.