ETV Bharat / bharat

સામનાનો એડિટોરિયલઃ સુશાંતસિંહ મામલામાં સત્ય બહાર આવ્યું

author img

By

Published : Oct 5, 2020, 3:01 PM IST

સત્યને ક્યારેય છુપાવી નથી શકાતું. સુશાંતસિંહ મામલામાં છેવટે સત્ય સામે આવ્યું છે. આ મામલામાં જેણે મહારાષ્ટ્રને બદનામ કર્યું તેનું ચીરહરણ થઈ ચૂક્યુ છે. 'ઠાકરી' ભાષામાં કહીએ તો સુશાંત આત્મહત્યા પ્રકરણ પછી કેટલાય ગુપ્તેશ્વરને મહારાષ્ટ્ર દ્વેષનો ગુપ્ત રોગ થઈ ગયો હતો, પરંતુ 100 દિવસ ખંજવાળ્યા બાદ હાથમાં શું લાગ્યું? એઈમ્સે સચ્ચાઈ બહાર લાવી જ દીધી છે. અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. તેમની હત્યા નથી થઈ. પૂરાવાઓ સાથે એઈમ્સના ડોક્ટર સુધીર ગુપ્તા સત્ય બહાર લાવ્યા છે. ડોક્ટર ગુપ્તા શિવસેના સ્વાસ્થ્ય વિભાગના પ્રમુખ નથી.

સામનાનો એડિટોરિયલ
સામનાનો એડિટોરિયલ

મુંબઈ: સત્યને ક્યારેય છુપાવી નથી શકાતું. સુશાંતસિંહ મામલામાં છેવટે સત્ય સામે આવ્યું છે. આ મામલામાં જેણે મહારાષ્ટ્રને બદનામ કર્યું તેનું ચીરહરણ થઈ ચૂક્યુ છે. 'ઠાકરી' ભાષામાં કહીએ તો સુશાંત આત્મહત્યા પ્રકરણ પછી કેટલાય ગુપ્તેશ્વરને મહારાષ્ટ્ર દ્વેષનો ગુપ્ત રોગ થઈ ગયો હતો, પરંતુ 100 દિવસ ખંજવાળ્યા બાદ હાથમાં શું લાગ્યું? એઈમ્સે સચ્ચાઈ બહાર લાવી જ દીધી છે. અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. તેમની હત્યા નથી થઈ. પૂરાવાઓ સાથે એઈમ્સના ડોક્ટર સુધીર ગુપ્તા સત્ય બહાર લાવ્યા છે. ડોક્ટર ગુપ્તા શિવસેના સ્વાસ્થ્ય વિભાગના પ્રમુખ નથી. તેમનો મુંબઈથી કોઈ સંબંધ નથી. ડો. ગુપ્તા એઈમ્સના ફોરેન્સિક વિભાગના પ્રમુખ છે. આ જ એઈમ્સમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઈલાજ માટે દાખલ થયા હતા અને સાજા થઈને ઘરે ગયા હતા. જે એઈમ્સ પર દેશના ગૃહપ્રધાનને વિશ્વાસ છે, તે એઈમ્સે સુશાંત મામલામાં જે રિપોર્ટ આપ્યો છે તેને અંધભક્તો નકારશે? સુશાંતસિંહ રાજપૂતની દુર્ભાગ્યપૂર્ણ મોતને 110 દિવસ થઈ ગયા છે. આ દરમિયાન મુંબઈ પોલીસની ખૂબ બદનામી કરવામાં આવી હતી. મુંબઈ પોલીસની તપાસ પર જ્યારે સવાલ ઉઠાવનારા એ રાજનેતાઓ અને કૂતરાની જેમ ભોંકનારી ચેનલોએ મહારાષ્ટ્રની માફી માગવી જોઈએ. આ તમામ લોકોએ જાણી જોઈને મહારાષ્ટ્રની પ્રતિમા પર કલંક લગાવવાનો પ્રયત્ન કર્યો છે. આ એક ષડયંત્ર જ હતું. કોઈ યુવકનું આ પ્રકારે મોત થવું એ સારું નથી. સુશાંત અસફળતા અને નિરાશાથી પીડાતો હતો. જીવનમાં અસફળતાથી તે પોતાની જાતને સંભાળી ન શક્યો. આ જ કશ્મકશમાં તેણે ડ્રગ્સનું સેવન કરવાનું શરૂ કરી દીધું હતું અને એક દિવસ ફાંસી લગાવીને પોતાનું જીવન ટૂંકાવી દીધું. મુંબઈ પોલીસે આ મામલે ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. મુંબઈ પોલીસ દુનિયાનું સૌથી સારું પોલીસ દળ છે. પરંતુ મુંબઈ પોલીસ કંઈક છુપારી રહી છે, કોઈકને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. આવી અનેક અફવાઓ ફેલાવવામાં આવી હતી. આ દરમિયાન માત્ર બિહાર જ નહીં, પરંતુ દેશભરના કેટલાય ગુપ્તેશ્વરના ગુપ્તરોગમાં વધારો થયો હતો. સુશાંતના પટના સ્થિત પરિવારનો ઉપયોગ સ્વાર્થી અને લંપટ રાજનીતિ માટે કરીને કેન્દ્રએ આની તપાસ ઝડપથી સીબીઆઈને આપી દીધી. તેને જોતા બુલેટ ટ્રેનની ગતિ પણ ધીમી પડી ગઈ હશે. મુંબઈ પોલીસે આ મામલે જે નૈતિકતા અને ગુપ્ત રીતે તપાસ કરી એ માત્ર એટલે કે આ મૃત્યુ પછી કોઈ તમાસો ન બને. પરંતુ સીબીઆઈએ મુંબઈ આવીને જ્યારે તપાસ શરૂ કરી ત્યારે 24 કલાકમાં જ સુશાંતનું ચરસ અને ગાંજાનું પ્રકરણ સામે આવી ગયું. સીબીઆઈ તપાસમાં જાણવા મળ્યું કે, સુશાંત એક ચરિત્રહીન અને ચંચળ કલાકાર હતો.

બિહારનીની પોલીસને હસ્તક્ષેપ કરવા દીધો હોત તો કદાચ સુશાંત અને તેના પરિવારની રોજ બેઈજ્જતી થાત. બિહાર રાજ્ય અને સુશાંતના પરિવારે ઉલટાનો આના માટે મુંબઈ પોલીસનો આભાર માનવો જોઈએ. બિહાર ચૂંટણીના પ્રચાર માટે કોઈ મુદ્દો ન હોવાના કારણે નીતિશકુમાર અને ત્યાંના નેતાઓએ આ મુદ્દાને ખૂબ જ ઉઠાળ્યો હતો. આના માટે રાજ્યના ડીજીપી ગુપ્તેશ્વરને વર્દીમાં નચાવ્યા હતા અને છેવટે આ મહાશય નીતિશકુમારની પાર્ટીમાં સામેલ થઈ ગયા, જેનાથી તેમની ખાકી વર્દીનું પણ વસ્ત્રાહરણ થઈ ગયું. મુંબઈ પોલીસ સુશાંતની તપાસ નહીં કરી શકે એટલે સીબીઆઈને બોલાવો. આવા ભડકનારાઓ એક સીધો સવાલ પૂછી શક્યા કે છેલ્લા 40-50 દિવસથી સીબીઆઈ શું કરી રહી છે? સુશાંત પ્રકરણને ભુલાવીને મહા વિકાસ આઘાડીની સરકાર અને મુંબઈ પોલીસનું મીડિયા ટ્રાયલ કરવામાં આવ્યું. પોતાને પત્રકારત્વના હરિશ્ચંદ્રનો અવતાર સમાજનારા ખરેખર તો હરામખોર અને બેઈમાન નીકળ્યા. આ બેઈમાનોના વિરોધમાં મરાઠી જનતાએ મોટી ભૂમિકા ભજવવી જોઈએ. મુંબઈ પોલીસે જો તપાસ કરી, તે સત્યને સીબીઆઈ અને એઈમ્સના ડોક્ટરો પણ ના બદલી શક્યા. આ મુંબઈ પોલીસનો વિજય છે. કેટલાય ગુપ્તેશ્વર આવ્યા ને ગયા. પરંતુ મુંબઈ પોલીસની પ્રતિષ્ઠાનો ઝંડો લહેરાતો જ રહ્યો. રિયા ચક્રવર્તીએ સુશાંતને ઝહેર આપીને મારી નાખ્યાનું પણ નાટક ના ચાલ્યું, પરંતુ સુશાંત ડ્રગ્સ લેતો હતો અને તેને રિયા ડ્રગ્સ પહોંચાડતી હતી. આથી રિયાને જેલમાં નાખી દેવાઈ. સુશાંત પર મૃત્યુની તપાસનો મામલો ચલાવવાની કાયદાકીય વ્યવસ્થા હોત તો ડ્રગ્સ મામલે સુશાંત પર નશીલા પદાર્થનું સેવનનો કેસ ચાલત. જે સુશાંતની મોત પર ખૂબ બોલતી હતી, મુંબઈને પાકિસ્તાન અને બાબરની ઉપમા આપી. તે અભિનેત્રી કયા ખૂણામાં છુપાઈ ગઈ છે? હાથરસમાં એક યુવતીને દુષ્કર્મ કરીને મારી નાખવામાં આવી. ત્યાંની પોલીસે યુવતીના મૃતદેહનું અપમાન કરીને અંધારી રાતમાં મૃતદેહને જલાવી દીધો. આની પર એ અભિનેત્રીએ આંખોમાં ગ્લિસરીન લગાવીને આંસુ નથી વહાવ્યા. જેમણે તે છોકરી સાથે દુષ્કર્મ કર્યું, તે અભિનેત્રીના ભાઈ-બંછુ છે કે શું? જે પોલીસે આ છોકરીને જલાવી દીધી તે પોલીસકર્મી તે અભિનેત્રીના ઘરેલુ નોકર છે? જેમણે છેલ્લા 100 દિવસોમાં મહારાષ્ટ્ર અને મુંબઈ પોલીસની બદનામી કરી. એવી ગુપ્તેશ્વરી અભિનેત્રીઓ અને ગુપ્તેશ્વર હવે કયું પ્રાયશ્ચિત કરશે? જો મહારાષ્ટ્ર અને મરાઠી માણુસના રસ્તામાં આવ્યા તેમનું બરબાદ થવું નક્કી જ છે. બેઈમાનો અને હરામખોરોએ આ વાત સમજી લેવી જોઈએ. હાથરસ દુષ્કર્મ પ્રકરણમાં પૂંછડી દબાવીને બેસનારાઓ મહારાષ્ટ્રની મર્દાનગીની પરીક્ષા ન લે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.