EDએ ચોકસીની દુબઈ સ્થિત ત્રણ સંપતિ, કિંમતી વસ્તુઓ, એક મર્સિડીસ બેન્ઝ E-280 અને રોકડ જપ્ત કરી છે.
મેહુલ ચોકસીએ ગત્ત વર્ષે એન્ટીગુઆની નાગરિકતા લીધી હતી. ચોકસી વિરુદ્ધ કુલ 6,097.73 કરોડ રુપિયાના કૌભાંડનો આરોપ છે. EDએ અત્યાર સુધીમાં મેહુલ ચોકસીની કુલ 2,534.7 કરોડ રુપિયાની સંપતિ જપ્ત કરી છે. CBI અને ED આ મામલે ચોકસી અને નીરવ મોદી વિરુદ્ધ તપાસ કરી રહી છે. ED ચોકસીના પ્રત્યારોપણની માંગ કરી રહી છે. EDએ મેહુલ ચોકસી સામે રેડ કોર્નર નોટિસ ઈસ્યુ કરી છે.
તાજેતરમાં એન્ટિગુઆના વડાપ્રધાન ગેસ્ટોન બ્રાઉને મેહુલ ચોકસીની નાગરિકતાને રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો.