ETV Bharat / bharat

PMLA મામલામાં EDએ કોંગ્રેસના નેતા અહેમદ પટેલને ચોથી વખત પૂછપરછ કરી - સંદેસરા બ્રધર્સ બેન્ક સ્કેમ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની (ED) ત્રણ સભ્યોની ટીમે સાંદેસરા ભાઈઓની બેંક છેતરપિંડી અને પૈસાની લેતીદેતીના મામલામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલની તેમના નિવાસસ્થાન પર ચોથા તબક્કાની પૂછપરછ કરી.

PMLA
PMLA
author img

By

Published : Jul 9, 2020, 2:42 PM IST

નવી દિલ્હી: સંદેસરા ભાઈઓની બેંક છેતરપિંડી અને પૈસાની લેતીદેતી મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલની તેમના નિવાસસ્થાન પર ચોથા તબક્કાની પૂછપરછ કરી. તપાસ એજન્સીની ત્રણ સભ્યોની ટીમ સવારે 11 વાગ્યાની આસપાસ મધ્ય દિલ્હીના લૂટિયન્સ ઝોનમાં રાજ્યસભાના સાંસદના 23, મધર ટેરેસા ક્રેસન્ટ નિવાસસ્થાન પર પહોંચી હતી.

આ કેસના સંબંધમાં અહેમદ પટેલની છેલ્લી પૂછપરછ 2 જુલાઈના રોજ લગભગ 10 કલાક સુધી કરવામાં આવી હતી. જેમાં ઇડી તપાસકર્તાઓએ ત્રણ સત્રોમાં તેમને 128 પ્રશ્નો પૂછ્યા હતા. આ અંગે વાત કરતાં પટેલે કહ્યું હતું કે, આ મને અને મારા પરિવારને બદનામ કરવાનું ષડયંત્ર છે.

નોંધનીય છે કે, 27 જૂન, 30 જૂન અને 2 જુલાઈના રોજ યોજાયેલા અધિવેશન દરમિયાન કોંગ્રેસ પાર્ટીના ખજાનચીને આજદિન સુધી લગભગ 27 કલાક ઇડીની પૂછપરછનો સામનો કરવો પડ્યો હતો.

અધિકારીઓએ કહ્યું હતું કે, કોંગ્રેસ નેતાનું નિવેદન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ નોંધવામાં આવી રહ્યું છે. તેમની સામે વડોદરા સ્થિત સ્ટર્લિંગ બાયોટેક ફાર્માસ્યુટિકલ કંપનીના પ્રમોટરો સંદેસરા ભાઈઓ અને તેમના પરિવારના સભ્યો સાથે તેમની સાથે કથિત વ્યવહાર અંગે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. એજન્સીએ આ મામલે પટેલના પુત્ર ફૈઝલ અને જમાઇ ઇરફાન અહેમદ સિદ્દીકીની પૂછપરછ કરી હતી અને ગત વર્ષે તેમના નિવેદનો નોંધ્યા હતાં.

એજન્સી સમક્ષ નોંધાયેલા સાંદેસરા જૂથના કર્મચારી સુનિલ યાદવના નિવેદનના સંદર્ભમાં આ બંનેની પૂછપરછ કરી હતી. આ બંને સાથે સંદેસરા સમૂહના એક કર્મચારી સુનિલ યાદવનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું. યાદવે આ પહેલા એજન્સી સમક્ષ નિવેદન આપ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે, ઇડીના નિવેદનમાં યાદવે કહ્યું હતું કે, તેમણે એક પાર્ટી માટે 10 લાખ રુપિયાનો ખર્ચ ઉઠાવ્યો હતો. જેમાં ફૈઝલ પણ સામેલ હતો. તેના પિતાએ એક નાઇટ ક્લબમાં પ્રવેશની વ્યવસ્થા કરાવી હતી અને દવા કંપનીના પ્રોમોટરોમાંથી એક ચેતન સંદેસરાના નિર્દેશ પર ખાન માર્કેટમાં એકવાર તેના ડ્રાઇવરને પાંચ લાખ રુપિયા આપ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.