વડાપ્રધાન મોદીની આ રેલી આમ જોવા જઈએ તો ચોક્કસપણે રાજકીય માહોલ ઊભો કરવાનું એક લક્ષ્ય હશે, પણ આ રેલીથી ત્યાંના કુંભાર જાતિના લોકો માટે આ રેલી ફાયદાકારક સાબિત થઈ છે. આ રેલી ઈકો ફ્રેન્ડલી અને પ્લાસ્ટિક મુક્ત રેલી જાહેર કરવામાં આવી છે. આ રેલીમાં પીવાના પાણી માટે બોટલોનો ઉપયોગ કરવામાં નહીં આવે, જેની જગ્યાએ માટીના માટલામાં પાણી ભરીને રાખવામાં આવ્યું છે. હજારોની સંખ્યામાં માટીના માટલા આ માટે બનાવવાનો ઓર્ડર આપ્યો હતો.
જિલ્લાના તંત્ર દ્વારા ઉઠાવવામાં આવેલા આ પગલાથી સ્થાનિક કુંભારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજકાલ લોકો માટલાની જગ્યાએ ફ્રિજ અથવા તો બોટલનું પાણી પીવાનો વધારે આગ્રહ રાખે છે. તંત્રના જણાવ્યા અનુસાર આ પગલાથી લોકોમાં એક ખાસ પ્રકારી જાગૃતિ પણ આવશે.સાથે સાથે પર્યાવરણ બચાવવાની અપિલ પણ આપવામાં આવી રહી છે.
અહીં ઉલ્લેખનીય છે કે, જમાનો ભલે ગમે તેટલો હાઈટેક થતો હોય પણ પરંપરાગત માટલાઓ આજે પણ લોકોમાં પ્રખ્યાત છે. તંત્ર દ્વારા વિશાળ માત્રામાં માટલાની ખરીદી કરતા પર્યાવરણને પણ ફાયદો થશે તથા ત્યાંના કુંભારને મોટો ફાયદો થયો છે.