નવી દિલ્હીઃ દિલ્હી NCRમાં ફરી ભૂકંપનો અનુભવ થયો હતો. શુક્રવાર બપોરે 3:32 કલાકે હરિયાણાના કેટલાંક જિલ્લા સહિત આજુ-બાજુના વિસ્તારોમાં ધરતીકંપનો અનુભવ થયો હતો. હરિયાણાનો રોહતક જિલ્લો ભૂકંપનો કેન્દ્રસ્થાન હતો. જેની તીવ્રતા 2.8 નોંધાઈ હતી.
ભારતીય ભૂવિજ્ઞાન વિભાગના અધિકારીઓના જણાવ્યાનુસાર, ભૂકંપની અસર કેન્દ્રસ્થાનેથી 10 કિલોમીટર સુધી વર્તાઈ હતી. જેની તીવ્રતા વધુ ન હોવાના કારણે દિલ્હીમાં તેની કોઈ અસર જોવા મળી નહોતી.
નોંધનીય છે કે, છેલ્લા બે-ત્રણ મહિનામાં દિલ્હીના વિસ્તારોમાં આશરે 18 વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જે અંગે ભૂ-વૈજ્ઞાનિકઓએ અગાઉથી જાણ કરી હતી.