નવી દિલ્હીઃ છેલ્લા અમુક દિવસોમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ભુકંપના ઝાટકા અનુભવાયાની માહિતી સતત સામે આવી રહી છે. દિલ્હીમાં એકવાર ફરીથી ભુકંપના ઝટકા લાગ્યા હતા. રેક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.1 માપી હતી.
સોમવારે બપોરે લગભગ 1 કલાકે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં એકવાર ફરીથી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રેક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.1 માપવામાં આવી હતી. જો કે, કોઇ જાન-માલને નુકસાનની માહિતી મળી નથી.
વધુમાં છેલ્લા એક મહિનાથી પણ ઓછા સમયમાં દિલ્હીમાં ત્રણવાર ભુકંપના ઝાટકા અનુભવાયા હતા. 15 મેએ ચોથીવાર ભુકંપના ઝાટકા અનુભવાયા હતા. આ પહેલા ગત્ત 10 મેએ પણ ધરતીમાં થયેલા કંપનથી રાજધાની લોકોમાં ભયનો માહોલ છે.
દિલ્હી-NCRમાં વિગત 12 અને 13 એપ્રિલએ ભૂકંપના ઝાટકા લાગ્યા હતા.
મહત્વનું છે કે, લગભગ બે મહિનાથી દિલ્હી NCRમાં કેટલીવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સંબંધે ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન સ્થિત વાડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ હિમાલયન જિયોર્લોજીના નિર્દેશક કાલાચંદ સાઇએ જણાવ્યું કે, દિલ્હી એનસીઆરમાં છેલ્લા અમુક મહીનાથી સતત ઓછા અને મીડિયમ મેગ્નીટ્યુડના ભૂકંંપ આવ્યો છે.
તેમણે જણાવ્યું કે, એવામાં પૃથ્વીની અંદર પ્લેટ ખસવાથી જે એનર્જી ઉતપન્ન થઇ હતી તે નાના નાના ભુકંપના માધ્યમથી રિલીઝ થઇ હતી. એવામાં દિલ્હી-NCRમાં મોટા ભૂકંપ આવવાની સંભાવના ખૂબ જ ઓછી છે. કાલાચંદ સાઇએ જણાવ્યું કે, દિલ્હીમાં ભુકંપ આવવાની સંભાવના ના બરાબર છે.