દિગલીપુર: બંગાળની ખાડીમાં અંદમાર અને નિકોબાર દ્વીપ સમૂહમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 4.3 માપવામાં આવી છે. આ ભૂકંપ દિગલીપુરથી 110 કિલોમીટર ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આવ્યો છે.
નેશનલ સેન્ટર ફોક સીસ્મોલૉજીની જાણકારી અનુસાર ભૂકંપ રાત્રિના 2:17 કલાકે આવ્યો હતો. જેનું કેન્દ્ર જમીનની સાપટીથી 50 કિલોમીટર નીચે જણાવવામાં આવ્યું છે. ભૂકંપના કારણે હાલમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.