દિલ્હી: દિલ્હીની ચાવડી બજારમાં આવેલી ઐતિહાસિક મસ્જિદ મુબારકનો ગુંબજ રવિવારે ભારે વરસાદને કારણે ધરાશાયી થયો હતો. આ વક્ફ બોર્ડની મસ્જિદ છે. જ્યારે પુરાતત્વ વિભાગે તેમને ઐતિહાસિક જાહેર કરી હતી.
મસ્જિદની બહાર બેઠેલા મજુરોએ જણાવ્યુ કે, આ ઘટના સવારે 7 વાગ્યે બની હતી. બહુ ધોધમાર વરસાદના કારણે અમે વરસાદ જવાની રાહ જોઇને બેઠા હતા. અચાનકથી અવાજ આવ્યો અને અમે જોયુ તો મસ્જિદનો ગુંબજ તુટી પડ્યો હતો.
મસ્જિદ સમિતિના આધ્યક્ષ ઝફર અલીએ જણાવ્યુ કે, અલ્લાહનો આભાર માનો કે, આ ઘટનામાં કોઇ નુકસાન નથી થયુ. તેમણે વધુમાં જણાવ્યુ કે, આ વક્ફ બોર્ડની મસ્જિદ છે. જ્યારે પુરાતત્વ વિભાગે તેમને ઐતિહાસિક જાહેર કરી હતી.