નવી દિલ્હી: દિલ્હી હાઇકોર્ટે પિંજરાતોડ સંગઠનની કાર્યાકર્તા દેવાંગન કલીતાની ક્રાઇમ બ્રાંચની વિરુધ્ધ ખાસ સૂચનાઓ મીડિયામાં લીક કરવા વાળા મામલામાં દાખલ સોગંદનામા પર દિલ્હી પોલીસને ફટકાર લગાવી છે. જસ્ટિસ વિભૂ બાખરુની બેન્ચએ કહ્યું કે અમે સોગંદનામુ માગ્યું હતું. તે દાખલ કરવામાં આવ્યું નથી. આ મામલે આગામી સુનવણી 15 જુલાઇએ થશે.
કોર્ટે દિલ્હી પોલીસને 15 જુલાઈ સુધી કલિતાને લગતી કોઈ માહિતી મીડિયા સમક્ષ લિક ન કરવા આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે સોગંદનામામાં માહિતી લીક થવા માટે કોઈ પણ વ્યક્તિને જવાબદાર ઠેરવવામાં આવ્યો નથી. આ આપણા પાછલા ઓર્ડરના રેકોર્ડમાં છે. કોર્ટે કહ્યું કે અમારા આદેશમાં અમે સંબંધિત ડીસીપીને વ્યક્તિગત સોગંદનામું દાખલ કરવા નિર્દેશ આપ્યો હતો. અમે તે જાણવા માગતા હતા કે પ્રેસ નોટ સત્તાવાર રીતે બહાર પાડવામાં આવી હતી કે તે કોઈની વિચારસરણીની યોજના હતી.
સુનાવણી દરમિયાન અરજદાર વતી વકીલ અદિત એસ પૂજારીએ પોલીસના સોગંદનામાને મીડિયામાં પ્રસારણ કરવા પર વાંધો ઉઠાવ્યો હતો. પુજારીએ કહ્યું કે જ્યારે આ બાબતે પહેલાથી જ વચગાળાના આદેશ છે તો પોલીસ આવુ કેવી રીતે કરી શકે છે. ત્યારે કોર્ટે કહ્યું કે આવું ન કરવુ જોઈએ. કલિતા હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.