જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના પ્રમુખ આઈશી ઘોષે શનિવારે અન્ય પદાધિકારીઓ સાથે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં JNUમાં પાંચ જાન્યુઆરીએ થયેલી હિંસા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને દિલ્હી પોલીસને જવાબદાર ઠેરવ્યા છે.
આઈશીએ કહ્યું, પ્રશાસનનું માળખુ નોર્થ ગેટ તરફ હોય છે. તમારી પાસે પુરાવા કેમ નથી. જો માળખુ તૂટી ગયુ છે તો ગ્રુપ મેલ અમારી જોડે કેમ આવે છે. મારી ઉપર લોખંડથી હુમલો થયો, હું મારો જીવ બચાવી રહી હતી. ABVPનો હુમલો પૂર્વ આયોજીત હતો. મીડિયાના લોકો સામે હુમલો થયો. સૌરભ શર્મા પ્રોફેસર હોવા છતાં હુમલો કરે છે. તપન કુમાર બિહારીએ અનેકવાર હુમલો કરાવ્યો છે, તેમના ઘરે જ ગુંડા હતા.
હજુ સુધી મારી અરજી પર ફરિયાદ દાખલ નથી થઈ તેમ જણાવતા આઈશીએ કહ્યું કે આ સમગ્ર ચર્ચા અમે MHRD સમક્ષ કરી હતી. છેલ્લા ચાર વર્ષથી કુલપતિ આમ જ કરતા હતા. તેમને હટાવવાનો વિકલ્પ જ અંતિમ છે. હૉસ્ટેલ ફીની સાથે અમે રજિસ્ટ્રેશન નહીં લઈએ, ફક્ત ટ્યુશન ફી જ આપીશુ.