ETV Bharat / bharat

દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનનો કોરોના રિપોર્ટ નેગેટિવ - Delhi health minister satyendra jain

દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સખત તાવ અને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનનો કોરોના રિપોર્ટ નેગેટિવ

author img

By

Published : Jun 16, 2020, 3:05 PM IST

નવી દિલ્હીઃ દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગતરાત્રે તેમને તાવ તેમજ શ્વાસ લેવામાં તકલીફ પડતા રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં મંગળવારે સવારે તેમનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો.

રિપોર્ટ નેગેટિવ આવતા સત્યેન્દ્ર જૈનના સ્વાસ્થ્યને લઈને અનેક શંકાઓ દૂર થઈ છે. કારણકે તેઓ બે દિવસ પહેલા જ એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં સામેલ થયા હતા.

હોસ્પિટલમાં દાખલ થયા બાદ તબિયતની માહિતી આપતા સત્યેન્દ્ર જૈને એક ટ્વીટ કર્યુ હતું. જેમાં તેમણે લખ્યું હતું કે, “ સખત તાવ અને ઓકિસજન લેવલ ઘટી જતા ગતરાત્રે રાજીવ ગાંધી હોસ્પિટલમાં દાખલ થયો છું. આ વિશે માહિતી આપતો રહીશ.” મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટનો જવાબ આપતા ધ્યાન રાખવાનું કહ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.