નવી દિલ્હી: દિલ્હીમાં કોરોના સંક્રમણનો આંકડો 1 લાખ 10 હજારને પાર પહોંચ્યોં છે. અત્યાર સુધીમાં એવા કેટલાક કેસ સામે આવ્યા છે જેમાં કોરોનામાં પુરો પરિવાર સપડાયો હોય. તેવી જ એક કહાની જૂની દિલ્હીના નવાબગંજમાં રહેતા મુખ્તાર અહમદના પરિવારની છે.
રાજધાનીના નવાબગંજમાં રહેતા મુખ્તાર અહમદનો પરિવાર કોરોનાથી સંક્રમિત મળી આવ્યો હતો. જેમાં પરિવારના 11 સભ્યોને કોરોના થયો હતો. મહત્વનું તો એ છે કે પરિવારના તમામ સભ્યો હાલ ખતરામાંથી બહાર છે. જેમાં 106 વર્ષના મુખ્તાર અહમદ પણ સામેલ છે. જેને પણ કોરોનાને મ્હાત આપી હતી.