ETV Bharat / bharat

ભારતીય વાયુ સેના બનશે વધુ મજબૂત, રશિયા પાસેથી ખરીદશે 33 ફાઇટર જેટ

author img

By

Published : Jul 2, 2020, 5:42 PM IST

ભારત અને રશિયા વચ્ચે ગુરુવારે એક મોટી ડિફેન્સ ડીલ થઇ હતી. જેમાં સંરક્ષણ મંત્રાલયે 33 લડાકુ વિમાનોની ખરીદીને મંજૂરી આપી છે, આ સોદા હેઠળ ભારત રશિયા પાસેથી મિગ-29 અને સુખોઇ-30 લડાકુ વિમાન ખરીદશે.

ભારત રશિયા પાસેથી ખરીદેશે 33  ફાઇટર જેટ
ભારત રશિયા પાસેથી ખરીદેશે 33 ફાઇટર જેટ

નવી દિલ્હી : લદ્દાખમાં ચીનના તણાવ વચ્ચે ભારત સરકારે મોટી સંરક્ષણ ખરીદીને મંજૂરી આપી દીધી છે. તે રશિયા પાસેથી સુખોઇ-20 અને મિગ-29 વિમાનની ખરીદી કરશે. આ સાથે, વાયુ સેના અને નૌકાદળને મજબૂત બનાવવા માટે 248 એસ્ટ્રા એર મિસાઇલો ખરીદવામાં આવશે.

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે ભારત અને રશિયા વચ્ચે મોટી ડિફેન્સ ડીલથી ભારતની તૈયારીઓનો સરળતાથી અંદાજ લગાવી શકાય છે. લદ્દાખમાં ચીન તરફથી વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને સંરક્ષણ મંત્રાલયે એક મોટી ડિપેન્સ ડિલને મંજૂરી આપી દીધી છે. આ ડિલથી ભારતીય સેનાને નવા ફાઇટર જેટ અને મિસાઇલો મળશે. રશિયા સાથે લડાકુ વિમાનોની ખરીદી માટે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેમાં ભારત તેના મિત્ર રશિયા પાસેથી સુખોઇ-30 અને મિગ-29 વિમાન ખરીદશે.

ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ પુતિને ફોન પર વાત કરી હતી. પુતિને એમ પણ કહ્યું હતું કે, ભારત અને રશિયા વચ્ચે વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત કરવામાં આવશે.

પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં 15 જૂનની રાત્રે ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે થયેલી હિંસક ઘર્ષણ બાદથી બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. બન્ને સેનાઓ ગલવાન ઘાટીમાં સામસામે આવી ગઈ છે. યુદ્ધની સ્થિતીને જોતા ભારતે લદાખ સરહદ પર પોતાના સૈનિકો અને હથિયારોની સંખ્યા વધારી દીધી છે. ચીન સાથે વધેલા તણાવને જોતાં દુનિયાના અનેક દેશ ભારતની સૈન્ય તાકાતને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ 38 હજાર 900 કરોડની આ ડિલમાં રશિયા ભારતને 21 મિગ-29 લડાકું વિમાન તેમજ 12 સુખોઈ -30 લડાકુ વિમાન ભારતને આપશે. એટલું જ નહીં, રશિયા હાલના મિગ -29 વિમાનને પણ અપગ્રેડ કરશે. બંને દેશો વચ્ચેના આ મોટા અને મહત્વપૂર્ણ ડીલનો આ નિર્ણય ડિફેન્સ એક્ઝિવિશન કાઉન્સિલ દ્વારા લેવામાં આવ્યો છે.

ફ્રાન્સે એક તરફ જ્યાં આવતા મહિને રાફેલ ફાઇટર પ્લેન આપવાનો વાયદો કર્યો છે, તો બીજી તરફ ઇઝરાયલ એર ડિફેન્સ સિસ્ટમ ભારતને આપી રહ્યું છે. આવી જ રીતે અમેરિકા પાસેથી ભારતને ટૂંક સમયમાં તોપમાં ઉપયોગમાં લેવાતો દારૂગોળો આપવામાં આવશે, જ્યારે રશિયાએ પણ ભારતને આધુનિક હથિયાર અને દારૂગોળો આપવાનો વાયદો કર્યો છે. નોંધનીય છે કે, રશિયા એક બિલિયન ડૉલર એટલે કે 7560 કરોડ રૂપિયાના દારૂગોળાની સપ્લાય કરવા જઈ રહ્યું છે.

ચીન સાથે વધેલા તણાવ બાદ દિલ્હીમાં તમામ દેશોની સાથે દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન તેની પર સહમતિ સધાઈ છે. નોંધનીય છે કે, પૂર્વ લદાખમાં ચીનની સાથે ઘણા લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને જોતાં કેન્દ્ર સરકાર તરફથી સશસ્ર્ દળોને ઇમરજન્સી નાણાકીય અધિકાર પહેલા જ આપવામાં આવી ચૂક્યા છે. લાંબા અંતર સુધી હવાથી હવામાં માર કરનારી મિસાઇલોથી સજ્જ અત્યાધુનિક રાફેલ પ્લેનની પહેલી ખેપ 27 જુલાઈ સુધી ભારત પહોંચવાની આશા છે. તેના માટે ચાર ભારતીય પાયલટોને આ ફાઇટર પ્લેનને ઉડાડવાની ટ્રેનિંગ આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.