ETV Bharat / bharat

કમલા હેરીસની પસંદગી અને અમેરિકાની ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન્સનું મહત્ત્વ - બાઇડને

ગત્ત અઠવાડિયે ડેમોક્રેટિક પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું અને તેમાં સત્તાવાર રીતે જો બાઇન પ્રમુખ અને કમલા હેરીસને ઉપપ્રમુખના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા. આટલા ઊંચા હોદ્દા માટે ઉમેદવાર તરીકે પસંદ થયેલા કમલા હેરીસ પ્રથમ અશ્વેત અને ઇન્ડિયન કે એશિયન અમેરિકન અને પ્રથમ મહિલા નેતા છે. બાઇડને ચૂંટણીમાં સાથી તરીકે કમલાને પસંદ કર્યા તેના કારણે અમેરિકન અને ભારતીયોને શું ફરક પડી શકે છે? અમેરિકાની આગામી ચૂંટણીના શ્રેણીબદ્ધ લેખોના પ્રારંભે સિનિયર પત્રકાર સ્મિતા શર્માએ આ વિશે મીરા શંકર અને શ્રીરામ લક્ષ્મણ સાથે વાતચીત કરી. મીરા શંકર અમેરિકામાં ભારતીય રાજદૂત તરીકે રહી ચૂક્યા છે, જ્યારે લક્ષ્મણ વૉશિંગ્ટન ખાતેના ધ હિન્દુ અખબારના સંવાદદાતા તરીકે કામ કરે છે.

zx
cx
author img

By

Published : Sep 7, 2020, 8:57 AM IST

ઓબામા સાથે વાઇસ પ્રેસિડન્ટ તરીકે રહેલા બાઇડને કમલા હેરીસની પસંદગી કરી તે શા માટે યોગ્ય ગણાઇ છે તે વિશે વાત કરતાં શ્રીરામ લક્ષ્મણ કહે છે કે “કમલા પાસે જાહેર જીવનમાં કામ કરવાનો લાંબો અનુભવ છે. દાયકાઓ સુધી તેમણે કેલિફોર્નિયામાં સરકારી વકીલ તરીકે કામ કર્યું હતું. તેઓ પોતે પણ પ્રમુખપદ માટેની દાવેદારીની રેસમાં હતા. તેમનું વંશીય બેકગ્રાઉન્ડ વૈવિધ્યપૂર્ણ છે. તેઓ અશ્વેત મતદારો, દક્ષિણ એશિયન મતદારો અને મહિલાઓને પણ આકર્ષી શકે છે."

''જોકે મતદારો હેરીસ માટે જ મતદાન કરશે એવું જરૂરી નથી, પણ બાઇડન માટે પોતાના ટેકેદારોનો વ્યાપ વધારવા માટે આ રીતે તેમની પસંદગી ઉચિત છે. બાઇડન કરતાં તેઓ બે દાયકાથી વધુ ઓછી ઉંમરના છે. તે રીતે આગામી ચાર કે આઠ વર્ષથી પણ વધુ માટે આ જોડી આશા પ્રેરી શકે છે,” એમ લક્ષ્મણ કહે છે.

“વંશીય ઓળખ અગત્યની બની છે, કેમ કે બ્લેક લાઇવ્સ મેટર (અશ્વેતોને પણ જીવવાનો અધિકાર) એ આંદોલનને કારણે અત્યારે અમેરિકામાં રંગભેદનો મુદ્દો ચગેલો છે. તે રીતે તે સાંપ્રત મુદ્દો છે. પરંતુ તેનાથી આગળ મૂલ્યો અને નીતિઓનો સવાલ પણ અગત્યનો છે,” એમ મીરા શંકર કહે છે.

મતદાર તરીકે બહુ મોટી સંખ્યા ના હોવા છતાં ઇન્ડિયન અમેરિકન સમુદાયને આકર્ષવા માટે બંને પક્ષો તરફથી થઈ રહેલા પ્રયાસો વિશે શંકર કહે છે કે નાનો સમુદાય હોવા છતાં રાજકીય અને આર્થિક રીતે અમેરિકામાં તે બહુ સક્રિય છે.

“મોટી વૉટ બેન્ક હોવાનો માત્ર સવાલ નથી. કુલ મતદારોમાં એશિયન મતદારોની ટકાવારી 4.7 છે. હિસ્પેનિક 13 ટકા સાથે સૌથી મોટી લઘુમતી છે અને અશ્વેત મતદારો લગભગ 12 ટકાથી થોડા વધારે છે. ટકાવારીની રીતે સંખ્યા મોટી નથી, પરંતુ સ્વિંગ સ્ટેટ ગણાતા આઠ રાજ્યોમાં આ મતો અગત્યના થઈ શકે. કસોકસની સ્પર્ધામાં એક એક મત ઉપયોગી થાય. આમાંના અમુક રાજ્યોમાં ઇન્ડિયન અમેરિકન સમુદાયની વસતિ એકઠી થઈ છે અને તેનો દરેક વૉટ અગત્યનો સાબિત થઈ શકે છે,” એમ મીરા શંકર કહે છે.

“ભારતીય મૂળના લોકો સમૃદ્ધ છે અને રાજકીય રીતે તેઓ સક્રિય થવા માગે છે. છેલ્લા થોડા વર્ષોમાં તેઓ વધુ ને વધુ રાજકારણમાં રસ લેતા થયા છે. ડેમોક્રેટ અને રિપબ્લિકન બંને વધુમાં વધુ ભંડોળ એકઠું કરવા માગતા હોય છે. તેના કારણે પણ ધનિક ઇન્ડિયન અમેરિકન સમુદાયમાં બધા પક્ષો રસ લે છે. આજે અમેરિકાની સૌથી પ્રતિષ્ઠિત કંપનીઓ ગૂગલ, માઇક્રોસોફ્ટ, આઈબીએમ, માસ્ટરકાર્ડ વગેરેના વડા તરીકે ભારતીયો છે. પેપ્સીકોના વડા પણ ભારતીય હતા. આ બધી કંઈ નાની મોટી કંપનીઓ નથી, અમેરિકાના જંગી કોર્પોરેટ્સ છે,” એમ તેઓ ઉમેરે છે.

સાત સ્વિંગ રાજ્યોમાં ઓછામાં ઓછા 13 લાખ મતો આ સમુદાયના પડશે તેને ધ્યાનમાં રાખીને તેમાંથી એક મિલિયન (10 લાખ) મતો મેળવી લેવા બંને પક્ષો મથી રહ્યા છે, એમ લક્ષ્મણ કહે છે. “હાલના આંકડાં પ્રમાણે ઇન્ડિયન અમેરિકનોમાંથી બહુમતી ડેમોક્રેટિક પાર્ટીને પસંદ કરતા આવ્યા છે. લગભગ 77 ટકાએ હિલેરી ક્લિન્ટનને મત આપ્યો હતો. તે વખતે ક્લિન્ટન અને ટ્રમ્પ વચ્ચે મતોનો જે તફાવત રહી ગયો હતો તે ઇન્ડિયન અમેરિકન મતદારોની સંખ્યા કરતાં ઓછો હતો એટલે બંને પક્ષો આ મતો પર મદાર રાખી રહ્યા છે.”

શ્રીરામ કહે છે કે ઇન્ડિયન અમેરિકન સમુદાયમાં પણ જુદી જુદી ઉંમરના લોકો જુદી જુદી રીતે મતદાન કરે છે. મોટી ઉંમરના મતદારો હજી પણ ટ્રમ્પને પસંદ કરી શકે છે. “ભારતમાં જન્મેલા મોટી ઉંમરના લોકો આજની યુવા પેઢી કરતાં હજીય જુદી રીતે વિચારે છે. તે લોકો અમેરિકનોની જેમ મતદાન કરે છે. કેટલાક મોદી-ટ્રમ્પની દોસ્તીને કારણે દોરવાશે. પરંતુ યુવાન ઇન્ડિયન અમેરિકન મતદારો જૉબને ધ્યાનમાં રાખીને, કોરોના મહામારીમાંથી કેવી રીતે નીકળાશે અને વંશીય સ્થિતિ શું છે તેના આધારે મતદાન કરશે.”

કાશ્મીર, CAA અને NRCના મુદ્દે કમલા હેરીસ સામે નવી દિલ્હીની નારાજગી હતી અને ડેમોક્રેટ તરીકે તે માનવાધિકાર અને ઉદારવાદી વલણ ધરાવે છે. તે બાબત કઈ રીતે મતદારોને અસર કરે છે તેનાથી પણ ફરક પડે છે.

“ફાયદો અને નુકસાન બંને છે. બંને પક્ષોમાં ભારત સાથે સારા સંબંધોની સહમતી છે. તેની પાછળનું કારણ વ્યૂહાત્મક જરૂરિયાત છે, કેમ કે ચીનના પડકારનો સામનો કરવાનો છે. ચીનનું જોર વધી રહ્યું છે તે મુદ્દે ભારત અને અમેરિકા બંને સાથે મળીને કામ કરી શકે છે. આ બાબતમાં ડેમોક્રેટ્સ કે રિપબ્લિકન્સમાં બહુ ભેદ નથી,” એમ મીરા શંકર માને છે. ડેમોક્રેટ્સ હંમેશા માનવાધિકારને વધારે મહત્ત્વ આપે છે તે વાત સાચી, પણ ‘તેને કારણે મૂળભૂત હિતને પડતા મૂકી દેવાતા નથી’. ભારત પણ આ સ્થિતિને સમજીને સંબંધો જાળવી શકે છે.

જોકે તેઓ કહે છે કે ભારતે પોતાનો અગ્રતાક્રમ નક્કી કરી લેવો જોઈએ, કેમ કે ટ્રમ્પ સરકારે વેપારની બાબતમાં સાનુકૂળતા દાખવી નથી. GSPના લાભ લઈ લીધા અને ભારતને લિસ્ટ ડેવલપિંગ કન્ટ્રીનો દરજ્જો આપ્યો નથી. સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર જકાત લાગવી દીધી છે અને H1B વીઝા અટકાવી દીધા છે. નવી દિલ્હીને મનપસંદ એવા નિવેદનો ટ્રમ્પ કરતાં રહે છે, પણ તેમણે લીધેલા આવા પગલાંઓને કારણે ભારતના વાણિજ્યને અસર થઈ છે.

-સ્મિતા શર્મા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.